અમદાવાદમાં ગેરકાયદે બાંધકામો વિરુદ્ધ કાર્યવાહી એએમસી દ્વારા કરવામાં આવી છે અને મુસ્તુફા માણેકચંદનો ગેરકાયદે બંગલો તોડી પડાયો છે, પાલડી કોચરબ આશ્રમ પાછળ AMCની કાર્યવાહી સામે આવી છે અને નૂતન સર્વોદય સોસાયટીમાં આવેલો છે બંગલો, અશાંતધારા મુદ્દે અગાઉ MLAએ લખ્યો હતો પત્ર.
એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે પત્ર લખતા વિવાદ થયો હતો
પાલડીના કોચરબ આશ્રમ પાછળના ગેરકાયદે બંગલાના બાંધકામને તોડી પડાયું છે અને નામાંકિત મુસ્તુફા માણેકચંદનો બંગલો તોડી પડાવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, પોલીસની ટીમ અને કોર્પોરેશનની ટીમ ઘટના સ્થળે હાજર છે પોલીસ બંદોબસ્ત સાથે આ બંગલો તોડી પાડવામાં આવ્યો છે અને જગ્યાને ખુલ્લી કરવામાં આવી છે, અગાઉ આ બંગલાને લઈ એલિસબ્રિજના ધારાસભ્યએ પણ કોર્પોરેશનને રજૂઆત કરી હતી અને કોર્પોરેશનને જાણ થતા કાર્યવાહી કરવામાં આવી છે.
ગેરકાયદે બાંધકામ તોડવા માટે કોર્પોરેશનની ટીમ બુલડોઝર સાથે પહોંચી
અશાંતધારાને લઈ આ બંગલા માટે એલિસબ્રિજના ધારાસભ્યએ પણ ઘણી મહેનત કરી હતી અને તેમની આ મહેનત રંગ લાવી છે, વહેલી સવારથી જ આ બંગલો તોડવામાં આવી રહ્યો છે અને નૂતન સર્વોદય સોસાયટીમાં મુસ્તુફા મણેકચંદનો આવેલો છે બંગલો. પાલડી વિસ્તારમાં અશાંતધારામાં કોચરબ આશ્રમની આસપાસની જગ્યામાં લઘુમતી સમાજના લોકો પ્રોપર્ટી ખરીદીને રહેવા આવી ગયા છે તેવી રજૂઆત અગાઉ પણ સંકલન સમિતિની બેઠકમાં એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે કરી હતી.









