હાઈકોર્ટમાં પોલીસ ભરતીને લઈને દાખલ કરાયેલી સુઓમોટો અરજી પર આજે સુનાવણી યોજાઈ હતી. આ સુનાવણીમાં આજે સરકારી વકીલ દ્વારા રજૂઆત કરાઈ હતી કે, અત્યાર સુધીમાં ચાલુ ભરતીમાં 247803 ઉમેદવારો શારીરિક કસોટીમાં પાસ થયા હતાં. આ કસોટીની લેખિત પરીક્ષા ગત 15 જૂને યોજાઈ હતી. જ્યારે ગત ભરતીમાં 11 હજાર કોન્સ્ટેબલ સહિતની જગ્યાની પસંદગી યાદી પણ ગત ડિસેમ્બરની 12 તારીખે બહાર પાડવામાં હતી.આ ઉપરાંત 9724 ઉમેદવારોને એપોઈન્ટમેન્ટ આપવા માટે 29 જાન્યુઆરીએ જાણ કરાઈ હતી.


પોલીસ ભરતીને લઈ હાઈકોર્ટમાં સુનાવણી

સરકારી વકીલ દ્વારા સરકાર તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે, પહેલા તબક્કામાં પેપરનું રિચેકિંગ કરાયું હતું. જ્યારે બીજા તબક્કામાં પીએસઆઈની ફિઝિકલ ટેસ્ટ પૂર્ણ કરાઈ હતી. પીએસઆઈની લેખિત પરીક્ષામાં86727 ઉમેદવારો બેઠા હતાં. હાઈકોર્ટે સરકારી વકીલને ટકોર કરી હતી કે, બીજા તબક્કાની પોલીસ ભરતીમાં 10 લાખથી વધુ ફોર્મ ભરાયા ત્યારે કેટલી બેરોજગારી જોવા મળી રહી છે. સરકારી વકીલે દલીલ કરી હતી કે, પોલીસ ભરતીના પહેલા ફેઝમાં 15 લાખ અને બીજામાં ફેઝમાં 10 લાખ ફોર્મ ભરાયા હતા.કોર્ટે સરકારી વકીલને કહ્યું હતું કે, ફેઝ-2ની પોલીસ ભરતીમાં 10 લાખથી વધુ ફોર્મ ભરાયા ત્યારે કેટલી બેરોજગારી પ્રવર્તી રહી છે.

આ પણ વાંચોઃ Ahmedabad News: શહેરમાં ટ્રાફિકની સૌથી મોટી સમસ્યા છે, યોગ્ય પ્લાનિંગ સાથે જવાનોની ભરતી કરો: હાઈકોર્ટ


  • Follow us on: