ગુજરાતમાં હાલમાં અકસ્માતો અટકાવવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા 10મી માર્ચ સુધી ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી રહી છે. પોલીસ આ ડ્રાઈવને લઈને રાજ્યમાં એક્ટિવ થઈ ગઈ છે. બીજી બાજુ રાજ્યમાં વધી રહેલી ટ્રાફિક સમસ્યાને લઈને હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. રાજ્ય સરકારે ટ્રાફિક નિયંત્રણ અંગે કોર્ટમાં જવાબ આપ્યો હતો.
શહેરમાં ટ્રાફિક મોટી સમસ્યાની કોર્ટની નોંધ
સરકારે કોર્ટમાં કહ્યું હતું કે, ટ્રાફિક પોલીસની ભરતી કરવામાં આવી રહી છે. જાન્યુઆરી સુધીમાં 650 ટ્રાફિક જવાનોની ભરતી થઈ છે. 444 જવાનોને ટ્રાફિકની ટ્રેનિંગ આપવામાં આવી છે. બોડી વોર્ન કેમેરા સાથે ટ્રાફિક જવાનો ફરજ નીભાવશે. કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, ભવિષ્યના ટ્રાફિક પ્લાનિંગ સાથે ભરતી કરવી. ટ્રાફિકના પ્લાનિંગ માટે એઆઈ પણ ઉપયોગી છે. આગામી વર્ષોમાં ટ્રાફિક વધી શકે છે જેથી યોગ્ય પ્લાનિંગ જરૂરી છે. શહેરોમાં ટ્રાફિક સૌથી મોટી સમસ્યા હોવાનું પણ કોર્ટે નોંધ્યું હતું.
આ પણ વાંચોઃ Dakor : ફાગણી પૂનમના મેળાનો પ્રારંભ, પદયાત્રાના માર્ગે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો, CCTV અને ડ્રોનથી રખાશે ચાંપતી નજર













