શહેરના સૌથી સુરક્ષિત અને પ્રતિબંધિત વિસ્તારોમાં જેની ગણના થાય છે તેવા શાહીબાગ આર્મી કેમ્પમાં ચોરીની એક ચોંકાવનારી ઘટના બની છે. આર્મી કેમ્પની અંદરથી ટેલિફોન લાઇનનો અંદાજે 65 મીટર લાંબો કેબલ ચોરાઈ જવાની ઘટનાને પગલે પોલીસ દોડતી થઈ ગઈ છે.


શાહીબાગ આર્મી કેમ્પમાં ચોરી

મળતી માહિતી મુજબ, શાહીબાગ આર્મી કેમ્પમાં આવેલી ટેલિફોન લાઇનમાંથી અજાણ્યા તસ્કરોએ આશરે 65 મીટર લાંબો કેબલ કાપીને તેની ચોરી કરી છે. આ ચોરાયેલા કેબલની બજાર કિંમત અંદાજે ₹5,500 જેટલી આંકવામાં આવી છે. જોકે, કિંમત ઓછી હોવા છતાં આર્મી કેમ્પ જેવા સંવેદનશીલ વિસ્તારમાં ચોરી થવી એ ગંભીર બાબત માનવામાં આવે છે.

શાહીબાગ પોલીસ મથકે ફરિયાદ

આ મામલે આર્મી કેમ્પના જવાબદાર અધિકારીઓ દ્વારા શાહીબાગ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આ ગુના અંગેની વિગતો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.પોલીસ હાલમાં આસપાસના સીસીટીવી ફૂટેજ અને શંકાસ્પદ હિલચાલની તપાસ કરી રહી છે જેથી જાણી શકાય કે આર્મી કેમ્પની સુરક્ષામાં ગાબડું પાડીને અંદર પ્રવેશનાર તત્વો કોણ હતા.

આ પણ વાંચો: Ahmedabad: ક્રેડિટ કાર્ડની ઓનલાઇન પ્રોસેસના નામે નિવૃત કર્મચારી સાથે 2.38 લાખની છેતરપિંડી

  • Follow us on: