કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અમદાવાદ મુલાકાતને પગલે શહેર પોલીસ કમિશનર દ્વારા “નો ડ્રોન ફ્લાય” અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ગૃહમંત્રીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું છે. જાહેરનામા મુજબ અમદાવાદ શહેર વિસ્તારમાં કોઈપણ વ્યક્તિએ ડ્રોન, પેરાગ્લાઈડર, હોટ એર બેલૂન કે અન્ય અનમેન્ડ એરિયલ વ્હીકલ ઉડાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
નિયમનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી
આ જાહેરનામું 14 અને 15 ફેબ્રુઆરી દરમિયાન રાત્રે 10 વાગ્યા સુધી અમલમાં રહેશે. સુરક્ષા એજન્સીઓના સૂચન આધારે આ પગલું લેવામાં આવ્યું છે જેથી ગૃહમંત્રીના કાર્યક્રમો દરમિયાન કોઈપણ પ્રકારની સુરક્ષા ચિંતાઓ ઊભી ન થાય. જાહેરનામામાં પોલીસ વિભાગ, સુરક્ષાદળો અને સત્તાવાર ફરજ બજાવતા શાસકીય તંત્રને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે. નિયમનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ ચેતવણી આપવામાં આવી છે.
આ પણ વાંચોઃ Jamnagar News: શહેરમાં 35 લાખના ખર્ચે મુકેલા કચરાના ટ્વિન્સ બિનમાં કૌભાંડનો આક્ષેપ, સ્વચ્છતા અભિયાનનો ફિયાસ્કો










