સુભાષબ્રિજને 250 કરોડનાં ખર્ચે નવો બ્રિજ બનાવાશે અને 29 ડિસેમ્બરે નવા બ્રિજ માટે થશે ટેન્ડર પ્રક્રિયા અને 2 ફેઝમાં કરવામાં આવશે બ્રિજની કામગીરી, પ્રથમ ફેઝમાં હયાત બ્રિજને રિપેર કરવામાં આવશે અને બીજા ફેઝમાં નવો બ્રિજ બનાવવા કામગીરી કરાશે.
સુભાષબ્રિજની પ્રાથમિક ડિઝાઇન કરાઇ તૈયાર
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હારા સાબરમતી નદી પરના પર વર્ષ જૂના સુભાષબ્રિજને લઈને એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ હવાત બ્રિજને સમાંતર હવે રૂ. ૨૫૦થી 300 કરોડના ખર્ચે 'ડબલ બિજ' બનાવવાનું આયોજન છે. આ પ્રોજેક્ટ હેઠળ હવાત બ્રિજનું રિસ્ટોરેશન થશે અને તેની બંને બાજુ નવા ૨-૨ લેનના બ્રિજ તૈયાર કરવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના રાલિપ, સાબરમતી, મોટેશ અને શાહીબાગ જેવા મહત્વના વિસ્તારોને જોડતો સુભાષબ્રિજ છેલ્લા પર વર્ષથી કાર્યરત છે.
આ બ્રિજને આધુનિક રીતે નવસાધ્ય કરવાનો નિર્ણય લેવાયો છે
તાજેતરમાં ૪ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ બ્રિજના ડેક સ્લેબમાં તિરાડો અને સેટલમેન્ટ જોવા મળતા તેને સલામતીના કારણોસર બંધ કરવામાં આવ્યો હતો. IIT રૂરકી અને SVNIT સુરતના નિષ્ણાતોની તપાસ બાદ હવે આ બ્રિજને આધુનિક રીતે નવસાધ્ય કરવાનો નિર્ણય લેવાયો છે. મહત્ત્વનું છે કે, આ પ્રોજેક્ટ પાછળ અંદાજિત ૨૫૦ કરોડનો ખર્ચ નિધારિત કરાયો છે, પરંતુ સ્ટીલ અને સિમેન્ટના ભાવમાં વધારો થતા આ આંકડો રૂ. ૩૦૦ કરોડ સુધી પહોંચવાની શક્યતા છે. આ સમગ્ર કામગીરી EPC (Engineering, Procurement, and Construction) માંડ હેઠળ કરવામાં આવશે.
સરકારે વિશેષ કિસ્સામાં 'સિંગલ ટેન્ડર' મંજૂર કરવાની પણ જાહેરાત કરી છે
આ પ્રોજેક્ટની ઝડપ વધારવા માટે સરકારે વિશેષ કિસ્સામાં 'સિંગલ ટેન્ડર' મંજૂર કરવાની પણ જાહેરાત કરી છે, જેનું ટેન્ડર આગામી સોમવારે પ્રસિદ્ધ થશે. સમયમર્યાદાની વાત કરીએ તો. પ્રાથમિક રિસ્ટોરેશનની કામગીરી ૯ થી ૧૮ મહિનામાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે, જ્યારે સંપૂર્ણ પ્રોજેક્ટ આખરી ઓપ લેતા અંદાજે ૩ વર્ષ જેટલો સમય પણ લાગી શકે છે.









