અંદાજિત 500 કરોડની કિંમતની આ જગ્યા પરત લેવા માટે ગુજરાત હાઈકોર્ટ હુકમ કર્યો હોવાથી સમગ્ર આશ્રમ ને તોડી પાડી રમતગમતના બાંધકામ કરવામાં આવશે, ત્યારે સંદેશ ન્યુઝ ની ટીમે આસારામ આશ્રમ પર ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કર્યુ, જેમાં બળાત્કારી આસારામના સાધકો પણ માથાભારે હોવાનું કેમેરામાં કેદ થયુ.
આસારામે આધ્યાત્મિક કેન્દ્ર તરીકે આશ્રમની સ્થાપના કરી હતી
સાબરમતી નદીના પટમાં 1970ના દાયકામાં આસુમલ હરપલાણી એટલે કે આસારામે આધ્યાત્મિક કેન્દ્ર તરીકે આશ્રમની સ્થાપના કરી હતી પરંતુ સમય જતા આ આશ્રમ વ્યવસાયિક સામ્રાજ્ય બન્યું, સાબરમતી નદીના કિનારે એક ઝુંપડાથી શરૂ થયેલું સામ્રાજ્ય, 2013 સુધીમાં ભારત સહિત અન્ય 18 દેશોમાં 400 થી વધુ નાના-મોટા આશ્રમો બનાવ્યા અને કરોડો ભક્તો અને અનુયાયીઓ બનાવી પોતાનું સામ્રાજ્ય ઊભું કર્યું, જે બાદ આસારામે ગેરકાયદેસર રીતે જમીનો પર કબજો કરવા ખોટા રેકોર્ડ બનાવ્યા અને ભક્તોરૂપી ટોળાની મદદ થી જમીનો પર કબજો કરી 45000 ચોરસ મીટરમાં આશ્રમ બનાવ્યો. જે આશ્રમ પર હવે ડિમોલેશનની તલવાર લટકી રહી છે.
67099 ચોરસ મીટરની જમીન પર ગેરકાયદેસર રીતે અતિક્રમણ કર્યું
વર્ષ 2009 માં જાહેર કરવામાં આવ્યું હતું કે, માત્ર અમદાવાદના આસારામ આશ્રમમાં 67099 ચોરસ મીટરની જમીન પર ગેરકાયદેસર રીતે અતિક્રમણ કર્યું છે. જે સમયે તેની આર્થિક કિમત 700 કરોડ આંકવામા આવી હતી. જે બાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ બનાવવા માટે આશ્રમનો કેટલોક ભાગ તોડી પાડવામાં આવ્યો હતો, જે બાદ બાકી રહેલી 45000 ચોરસ મીટર જગ્યામાં થયેલા ગેરકાયદેસર બાંધકામ અને અતિક્રમણ પર હવે તંત્રનું બુલડોઝર કોઈ પણ સમયે ચાલી શકે છે. આશ્રમમાં થયેલા 32 ગેરકાયદે બાંધકામ અને દબાણ અંગે AMC દ્વારા નોટીસ આપવામા આવી હતી,જે બાદ આશ્રમ દ્વારા ગુંડા અને ત્યારબાદ હાઈકોર્ટના દ્વાર પણ ખખડાવ્યા હતા જોકે હાઈકોર્ટે રાહત ન આપતા સમગ્ર આશ્રમ અને તેના ગેરકાયદેસર બાંધકામ હટાવી દેવામા આવે તેવો ઘાટ ઘડાયો છે, ઉપરાંત હાઇકોર્ટે આશ્રમની તમામ જમીન પાછી લેવા રાજ્ય સરકારના પગલાને યોગ્ય ઠેરવ્યો છે.
આસારામ આશ્રમ અને આસારામ વિરુદ્ધ ઘણા બધા વિવાદો જોડાયેલા છે
જેમાં સરકારી તથા ખાનગી જગ્યા ઉપર અતિક્રમણ,, ગુરુકુળમાં બાળકોના મૃત્યુ, દુષ્કર્મ, આસારામ વિરુદ્ધ કેસના સાક્ષીઓ પર હુમલા વગેરે વિવાદોના તાર આશ્રમ સુધી જોડાયા છે. ઉપરાંત આશ્રમ પર સાધકો રુપિ અસામાજિક તત્વો દ્વારા પત્રકારો અને પોલીસ પર પણ હુમલા કર્યા. હતા એ જ સાધકો આજે પણ પોતાની કરતૂત અને હરકતો ભુલ્યા નથી. અને જ્યારે સંદેશ ન્યુઝની ટીમ આશ્રમ પર કવરેજ કરવા પહોચી. ત્યારે સંદેશની ટીમને પ્રવેશ ન કરવા દેવામા આવ્યો, પરંતુ જ્યારે ટીમ કવરેજ કરતી હતી. ત્યારે પણ ટીમને રોકી આશ્રમ છોડી દેવા ધમકાવ્યા હતા. જોકે સંદેશ ન્યૂઝની ટીમે આશ્રમ નો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કવરેજ કરી હકિકતને ઉજાગર કરી છે.
એક તરફ ગુજરાત હાઇકોર્ટે આસારામ આશ્રમની તમામ તમામ અરજીઓ ફગાવી દીધી છે
કારણ કે ધાર્મિક ઉપયોગ માટે લેવાયેલી જમીન તેના તમામ નિયમો તોડી ઔદ્યોગિક ઉપયોગ માટે લેવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું, ઉપરાંત આશ્રમને અનેક વખત નોટિસ આપવામાં આવી હોવા છતાં અતિક્રમણ અને ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યા હતા, જે વાત હાઈકોર્ટના ધ્યાને આવતા લાંબા સમયથી કાનૂની ગુંચવણમાં અટવાયેલી કરોડો રૂપિયાની જગ્યા હવે સરકારના નિયંત્રણમાં પાછી આવી શકે છે. જે બાદ વર્ષ 2030 માં રમખાણો ઓલમ્પિક અને ત્યારબાદ કોમનવેલ્થ ગેમ માટેના અત્યાધુનિક સ્ટેડિયમ તૈયાર કરવામાં આવશે.









