જિલ્લા રોજગાર વિનિમય કચેરી - બોટાદ દ્વારા રોજગાર ઇચ્છુકોને રોજગારી પ્રાપ્ત થાય તેવા હેતુસર એસ.બી.આઇ.લાઇફ બોટાદ અને એલ.આઇ.સી. બોટાદ માટે લાઇફ મિત્ર / ઉત્કર્ષ મેનેજર અને ઇન્સ્યોરન્સ એડવાઇઝરની જગ્યા માટે ૧૮ થી ૩૫ વર્ષની વયમર્યાદા તેમજ ધોરણ-૧૦ / ધોરણ-૧૨ પાસ / ગ્રેજ્યુએટની લધુત્તમ શૈક્ષણિક લાયકાત ધરાવનાર માટે અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી આયોજિત ભરતીમેળામાં ભાગ લેવા રોજગાર ઇચ્છુકોએ જિલ્લા રોજગાર વિનિમય કચેરી , જિલ્લા સેવા સદન, ખસ રોડ, બોટાદ ખાતે તા. ૧૦/૦૨/૨૦૨૬ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ઉપસ્થિત થવાનું રહેશે .
આ ઉંમરના લોકો ભરતી મેળામાં રહી શકશે હાજર
આ ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર રોજગાર ઇચ્છુકોએ આધાર કાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે અનુબંધમ પોર્ટલ પર જોબસીકર તરીકે નોંધણી કરી અનુબંધમ વેબપોર્ટલ પર જોબસીકર માટેની રજીસ્ટ્રેશન લીંક anubandham.gujarat.gov.in પરથી નોંધણી કરવાની રહેશે. નોંધણી થયાં બાદ પોર્ટલ પર લોગિન કરીને પોર્ટલ પર જોબફેર મેનુમાં ક્લિક કરી જરૂરી વિગત ભર્યા બાદ જોબફેરમાં ભાગ લઈ શકાશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી બોટાદનો સંપર્ક કરવા ઈ.ચા. જિલ્લા રોજગાર અધિકારી, બોટાદ દ્વારા જણાવવામાં આવે છે.










