અમદાવાદમાં સુભાષબ્રિજમાં ક્ષતિ થવાને લીધે વાહનોની અવરજવર માટે બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે બ્રિજની કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે બ્રિજ બંધ હોવાથી વાહન ચાલકોને મોટી તકલીફો પડી રહી છે. ટ્રાફિક જામ થવાના અનેક કિસ્સા સામે આવી રહ્યાં છે. ત્યારે આ બ્રિજ હજી કેટલા દિવસ બંધ રહેશે તેવો ગણગણાટ શરૂ થયો છે. આ દરમિયાન હવે દધીચી બ્રિજ પર ટ્રાફિકનું ભારણ વધતાં તેનું પણ ઈન્સપેક્શન શરૂ કરવામાં આવ્યું છે.
બ્રિજના ઈન્સપેક્શન માટે નિર્ણય કરવામાં આવ્યો
અમદાવાદમાં સુભાષ બ્રિજ બંધ થતાં દધીચી બ્રિજ પર ટ્રાફિકનું ભારણ વધ્યું છે. ટ્રાફિકનું ભારણ વધતા મહાનગર પાલિકાએ બ્રિજની ચકાસણી કરી છે. ગત જુલાઈમાં બ્રિજના ઈન્સપેક્શન માટે નિર્ણય કરવામાં આવ્યો હતો. પરંતુ તેનું ઈન્સપેક્શન કરવામાં આવ્યું નહોતુ. હવે આ બ્રિજ પર ટ્રાફિક વધી જતાં અચાનક મહાનગર પાલિકા દ્વારા બ્રિજની ચકાસણી શરૂ કરી છે.
