જેના અનુસંધાને અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આગામી રવિવાર તા. ૭મી ડિસેમ્બરના રોજ સવારે ૧૦ થી બપોરે ૧ વાગ્યા સુધી જિલ્લાનાં તમામ ૫૫૨૪ મતદાન મથકો પર વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવનાર છે.


જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુજીત કુમારના માર્ગદર્શનમાં સઘન કામગીરી કરવામાં આવી રહી છે

ભારતીય ચૂંટણી પંચ દ્વારા તા. ૦૧-૦૧-૨૦૨૬ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદાર યાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે Special Intensive Revision(SIR) શરૂ કરવામાં આવી છે, ત્યારે શહેર-જિલ્લાના ૨૧ વિધાનસભા મત વિસ્તારમાંથી એક પણ લાયક મતદારનું નામ મતદારયાદીમાંથી બાકાત ન રહે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુજીત કુમારના માર્ગદર્શનમાં સઘન કામગીરી કરવામાં આવી રહી છે.

SIR સંદર્ભે કોઈ પણ પ્રકારની મુશ્કેલી કે મૂંઝવણ અંગે માર્ગદર્શન મળી રહેશે

જે અંતર્ગત શહેર-જિલ્લાના નાગરિકોની સુવિધા માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા રવિવાર તા. ૭ના રોજ તમામ વિધાનસભા મતવિસ્તારોમાં વિશેષ કેમ્પ યોજાશે. આ કેમ્પમાં મતદારોને SIR સંદર્ભે કોઈ પણ પ્રકારની મુશ્કેલી કે મૂંઝવણ અંગે માર્ગદર્શન મળી રહેશે તેમજ ભરેલા ફોર્મ પરત જમા પણ કરાવી શકાશે. જેથી શહેર-જિલ્લાના તમામ મતદારોને વધુમાં વધુ સંખ્યામાં આ કેમ્પનો લાભ લેવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુજીત કુમાર દ્વારા અનુરોધ કરાયો છે.

Surat News : Botad News : બોટાદમાં પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઉગ્ર બોલાચાલી, પોલીસ સ્ટેશને પહોંચી મહિલાઓએ દારુને લઇ રજૂઆત કરી



  • Follow us on: