બોટાદમાં સ્થાનિકો અને પોલીસ વચ્ચે બોલાચાલીનો વીડિયો વાયરલ થયો છે, પોલીસ સ્ટેશને પહોંચેલી મહિલાઓએ દારુને લઇ રજૂઆત કરી હતી પોલીસને અને બેફામ દારુનું વેચાણ થતુ હોવાનો મહિલાઓનો આક્ષેપ છે, દારુનું વેચાણ બંધ કરાવવા મહિલાઓની માગ છે.


બોટાદ પોલીસ અને સ્થાનિક લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલીનો વીડિયો આવ્યો સામે

બોટાદના સાળંગપુર રોડ પર સવગન નગરમાં પોલીસ કર્મચારીઓ દારૂ પીધેલાને પકડવા ગયેલા તે સમયે સ્થાનિકો એકઠા થયા હતા અને સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી જેનો વીડિયો વાયરલ થયો છે, ત્યારબાદ મોટી સંખ્યામાં મહિલાઓ પોલીસ સ્ટેશને પહોચી દારૂનું થતું વેચાણ બંધ કરવા કરી હતી રજૂઆત, બોટાદમાં બેફામ દારૂનો વેપાર કરે છે તેવા લોકોને પોલીસ પકડતી નથી અને દારૂ પીવા વાળાને પકડે છે તેમ મહિલાઓએ કર્યા આક્ષેપો. બોટાદમાં તાત્કાલિક અસરથી દારૂનું થતું વેચાણ બંધ કરવામા આવે તેવી મહિલાઓએ કરી માગ.



  • Follow us on: