સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તારીખ : 06-12-2025ને શનિવારના રોજ સાળંગપુરમાં દાદાને કમળના ફૂલની ડીઝાઇનના એમ્બ્રોઇડરી વર્કવાળા વૃન્દાવનમાં તૈયાર કરાયેલા વાઘા એવં ઓર્કિડના મિક્સ ફુલોનો શણગાર કરાવવામાં આવ્યો છે.
હરિભક્તોએ દર્શન એવં મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો
દાદાને ચાંદીનો મુગટ ધરાવવામાં આવ્યો છે, દાદાને ઓર્કિડના ફૂલનો હાર પહેરાવ્યો છે. આજે સવારે 5:30 કલાકે મંગળા આરતી સવારે 7:00 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી.મંદિર પટાંગણમાં યજ્ઞશાળામાં મારુતિયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે અનેક હરિભક્તોએ દર્શન એવં મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.

દાદાને ચાંદીનો મુગટ ધરાવવામાં આવ્યો
આજના શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને વૃંદાવનમાં 4 દિવસની મહેનતે 3 કારીગરો દ્વારા બનાવવામાં આવેલા કમળના ફૂલની ડીઝાઇનના એમ્બ્રોઇડરી વર્કવાળા વૃંદાવનમાં તૈયાર કરાયેલા વાઘા દાદાને ચાંદીનો મુગટ ધરાવવામાં આવ્યો તો સિંહાસને ઓર્કિડના મિક્સ ફુલોનો શણગાર કરવામાં આવ્યો છે. આ ફુલ વડોદરાથી મંગાવ્યા છે.
Surat News : સુરતથી ઉડાન ભરતી Indigoની વધુ 8 ફલાઈટ રદ, ફ્લાઇટ ચોથા દિવસે રદ થતા મુસાફરો રઝળી પડયા









