સુરત એરપોર્ટ પર ઇન્ડિગોની 8 ફ્લાઇટ કેન્સલ થઈ છે અને 2 ફ્લાઇટ મોડી પડી છે, રિફંડ અને માર્ગદર્શન ન મળતા મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો છે, સુરત-દિલ્હી, સુરત-ગોવા, સુરત-જયપુર ફ્લાઇટ કેન્સલ થઈ હોવાની વાત સામે આવી છે. ગઈકાલે પણ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર સતત ત્રીજા દિવસે ત્રણ ફ્લાઇટ્સ રદ થઈ હતી.
નવા DGCA સલામતી નિયમોને કારણે કૂની અછત વર્તાઈ છે
જેના કારણે હજારો મુસાફરોને કલાકો સુધી એરપોર્ટ પર ફસાઈ જવાનો વારો આવ્યો હતો. ઈન્ડિગોની સુરત આવતી અને જતી તમામ ફ્લાઈટો મોડી પડી હતી. આજ રોજ સવારની હૈદરાબાદથી સુરત આવતી ફ્લાઇટ દોઢ કલાક મોડી પડી હતી ત્યારે સવારની દિલ્હીથી સુરત આવતી ફ્લાઇટ કેન્સલ થઈ હતી. આ સાથે જ બેંગ્લોરની ફ્લાઈટ પણ રદ થઈ હતી. લગ્નસિઝન ટાણે ફ્લાઈટો કેન્સલ થતાં પેસેન્જરો રોષે ભરાયા મહત્ત્વનું છે કે, નવા DGCA સલામતી નિયમોને કારણે કૂની અછત વર્તાઈ છે.













