જેની તૈયારીના ભાગરૂપે સંતોની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિથી ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અખિલ ભારતીય સંત સમિતિ-ગુજરાતના અધ્યક્ષ જગતગુરૂ દિલીપ દેવાચાર્યજી મહારાજ, ખાખી અખાડાના મહંત મહામંડલેશ્વર મોહનદાસજી મહારાજ, ચૈતન્ય શંભુ મહારાજ અને મહંત દામોદર દાસજી સહિતના સંતોએ ઉપસ્થિત રહી આશીર્વાદ આપ્યા હતા.
મહોત્સવ સ્થાનિક MSME તેમજ સ્ટાર્ટઅપ ઉદ્યોગોને રાષ્ટ્રીય મંચ પૂરો પાડશે
અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈને આ પ્રસંગે જણાવ્યું કે, સ્વદેશોત્સવનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'વોકલ ફોર લોકલ'ના સ્વપ્નને મૂર્તિમંત કરશે અને આત્મનિર્ભર ભારતના આધારસ્તંભ સમાન છે. તેમણે ઉમેર્યું કે અમદાવાદ હંમેશાંથી સ્વદેશી ચળવળનું કેન્દ્ર રહ્યું છે, અને આ મહોત્સવ સ્થાનિક MSME તેમજ સ્ટાર્ટઅપ ઉદ્યોગોને રાષ્ટ્રીય મંચ પૂરો પાડશે, જે શહેર માટે ગૌરવની વાત છે.













