આ કામના ફરીયાદીના દિકરા વિરુદ્ધ દાખલ થયેલ પોકસો અને બળાત્કારના ગુનામાં પકડાયેલ ત્યારે આ કામના આરોપીએ મદદ કરી છે અને કેસ ચાલે ત્યારે પણ આરોપી મદદ કરશે જે મદદના બહાને આરોપીએ ફરીયાદી પાસેથી રૂ.૩૦,૦૦૦ ની ગેરકાયદેસર લાંચની માંગણી કરી હોવાની વાત સામે આવી છે.
ફરિયાદી લાંચ આપવા માટે તૈયાર ન હતા
જે ગેરકાયદેસર લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ના હોવાથી ફરીયાદીએ સુરેન્દ્રનગર એ.સી.બી. નો સંપર્ક કરી ફરીયાદ જાહેર કરતા ફરિયાદીની ફરિયાદ આધારે આજરોજ ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આ કામના આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, આ ગેરકાયદેસર લાંચની રકમ રૂ.૩૦,૦૦૦/- સ્વીકારી સ્થળ ઉપરથી પકડાઇ જઇ, આરોપીએ પોતાનાં રાજયસેવક તરીકેના હોદાનો દુરૂપયોગ કરી, ગુનો કર્યા બાબત.
ફરીયાદી :-
એક જાગૃત નાગરીક
આરોપી :-
માંગીલાલ કાળુભાઇ પઢીયાર,
પોલીસ કોન્સ્ટેબલ, વર્ગ-૩, ધ્રાંગંધ્રા સીટી પોલીસ સ્ટેશન જી.સુરેન્દ્રનગર
ટ્રેપની તા.૨૯/૧૧/૨૦૨૫
લાંચની માંગણીની રકમ:- રૂ.૩૦,૦૦૦/-
લાંચની સ્વીકારેલ રકમ :- રૂ.૩૦,૦૦૦/-
લાંચની રીકવર કરેલ રકમ :- રૂ.૩૦,૦૦૦/-
ટ્રેપનું સ્થળ :-
પી.જી.વી.સી.એલ કચેરીના ગેટ પાસે,આબેડકર સર્કલ, ધ્રાંગંધ્રા.જી.સુરેન્દ્રનગર
ટ્રેપિંગ અધિકારી :-
એમ.એમ.લાલીવાલા
પોલીસ ઇન્સ્પેકટર,
એ.સી.બી. પો.સ્ટે.,સુરેન્દ્રનગર એ.સી.બી. તથા સ્ટાફ.
સુપરવિઝન અધિકારી :-
કે.એચ.ગોહિલ,
ઇ/ચા મદદનીશ નિયામક,
એ.સી.બી. રાજકોટ એકમ,
રાજકોટ.









