સુરત પોલીસે સ્પેશિયલ ડ્રાઇવ યોજી આ કાર્યવાહી કરી છે, ઓવર સ્પીડમાં વાહન હંકારનાર પણ દંડાયા છે અને સિગ્નલ તોડનારને પણ ઈમેમો ફટકારવામાં આવ્યો છે, વારંવાર નિયમો તોડ્તા લાયસન્સ રદ કરાયા છે. સુરત શહેરમાં ટ્રાફિકના નિયમો તોડનારની હવે ખેર નથી, સુરત પોલીસે અગાઉ પણ આ રીતે ડ્રાઈવ યોજીને લાયસન્સ કેન્સલ માટેની ભલામણ કરી હતી સુરત આરટીઓને.


સ્પીડ ગનથી સતત નજર રાખવામાં આવી રહી છે

ઓવર સ્પીડિંગ વાહનો પર પણ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં સ્પીડગનથી સતત નજર રાખવામાં આવી રહી છે. રોંગ સાઈડ વાહન હાકરનારને રૂપિયા 3000નો દંડ ફટકારવામાં આવી છે. વારંવાર નિયમ તોડનારના લાયસન્સ સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ ખાસ ડુમસ રોડ પર રેસ લગાવતા વાહનો ચાલાક પર બાજ નજર રાખવામાં આવી છે. સુરતમાં ટ્રાફિકના નિયમો ભંગ કરનારા સાવધાન થઈ જાવ નહીતર તમારા પણ લાયસન્સ રદ થઈ શકે છે. અગાઉ 75થી વધુ વખત ટ્રાફિકના નિયમો તોડનાર સામે આરટીઓએ લાલ આંખ કરી હતી.

આ પણ વાંચો : Gandhinagar News : ગુજરાતના ગ્રામ્ય વિસ્તારના વિકાસકાર્યોને વેગ આપવા રાજય સરકારે 15માં નાણા પંચના બીજા હપ્તા હેઠળ રૂ. 741.90 કરોડની ફાળવણી કરી



  • Follow us on: