રાજ્યના ગ્રામિણ વિસ્તારોમાં વસતા નાગરિકોને પાયાની અને આવશ્યક સેવાઓ સતત અને સરળતાથી પ્રાપ્ત થતી રહે તે સુનિશ્ચિત કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળની ગુજરાત સરકાર દ્વારા એક મહત્ત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે ૧૫મા નાણાપંચની ભલામણો મુજબ બીજા હપ્તા હેઠળ પંચાયતી રાજ સંસ્થાઓને કુલ રૂ.૭૪૧.૯૦ કરોડની માતબર રકમની ફાળવણી કરી છે.
ગ્રામ પંચાયતોને ૭૦ ટકા લેખે રૂ. ૫૧૯.૩૩ કરોડની ફાળવણી
પંચાયત મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે એમ, ૧૫માં નાણાપંચ હેઠળ આ વ્યાપક ફાળવણીનો મુખ્ય હેતુ રાજ્યના ગ્રામીણ માળખાને વધુ મજબૂત બનાવવાનો અને ગ્રામીણ નાગરિકોના જીવનધોરણમાં સુધારો લાવવાનો છે. આ કુલ ફાળવણીને પંચાયતી રાજના ત્રણેય સ્તરો વચ્ચે રેશિયો મુજબ વહેંચવામાં આવી છે. આ વહેંચણી મુજબ ગ્રામ પંચાયતોને ૭૦ ટકા લેખે રૂ. ૫૧૯.૩૩ કરોડ, તાલુકા પંચાયતોને ૨૦ ટકા લેખે રૂ. ૧૪૮.૩૮ કરોડ તથા જિલ્લા પંચાયતોને ૧૦ ટકા લેખે રૂ. ૭૪.૧૯ કરોડ ફાળવવામાં આવ્યા છે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
ગ્રામિણ સ્તરે સંતુલિત વિકાસ થાય તે દિશામાં સરકાર કામ કરી રહી છે સરકાર
પંચાયત મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આ ફાળવણીના આધારે સમગ્ર રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં આશરે ૪૫,૦૦૦થી વધુ વિકાસ કામો હાથ ધરવામાં આવશે. આ કામોમાં પીવાના પાણીની સુવિધાઓ, સ્વચ્છતાના કાર્યોનો સમાવેશ કરવામાં આવશે. મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ગ્રામીણ વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે અને રાજ્યના ગ્રામીણ વિસ્તારના નાગરિકો સુધી જીવનજરૂરી તમામ સુવિધાઓ પહોંચાડવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. આ ભંડોળનો અસરકારક ઉપયોગ પંચાયતો દ્વારા થાય અને ગ્રામિણ સ્તરે સંતુલિત વિકાસ થાય તે દિશામાં સરકાર કામ કરી રહી છે.
ગ્રામ્ય સ્તરે નાણાકીય સશક્તિકરણ વધશે અને વિકાસ કાર્યોને વધુ ગતિ મળશે
અત્રે ઉલ્લેખનીય છે કે, ૧૫મા નાણાપંચ અંતર્ગત ગ્રામીણ વિકાસ માટે છેલ્લા એક વ ર્ષદરમિયાન કુલ રૂ. ૨,૬૧૯ કરોડ જેટલી માતબર રકમની ફાળવણી કરવામાં આવી છે. જેમાં ટાઇડ ગ્રાન્ટના પ્રથમ હપ્તા પેટે રૂ. ૮૨૯.૫૦ કરોડ અને દ્વિતીય હપ્તા પેટે રૂ.૭૪૧.૯૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. તેવી જ રીતે, અનટાઇડ ગ્રાન્ટના પ્રથમ હપ્તા પેટે રૂ. ૫૫૩ કરોડ અને દ્વિતીય હપ્તા પેટે રૂ. ૪૯૪.૬૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. રાજ્ય સરકારના આ પગલાથી ગ્રામ્ય સ્તરે નાણાકીય સશક્તિકરણ વધશે અને વિકાસ કાર્યોને વધુ ગતિ મળશે.
આ પણ વાંચો : Mehsana News : Dahod News : દાહોદના ગરબાડામાં નલ સે જલ યોજના નિષ્ફળ ! આ ગામની મહિલાઓ તળાવમાં ઉતરીને ભરી રહી છે પાણી