1 ફેબ્રુ.થી 28 ફેબ્રુ. સુધી રહેણાંકમાં 80% વ્યાજમાફી અને બિન રહેણાંકમાં 60% વ્યાજમાફીની જાહેરાત કરવમાં આવી છે, 1 માર્ચ થી 31માર્ચ સુધી રહેણાંકમાં 75% વ્યાજમાફી અને બિન રહેણાંકમાં 50% વ્યાજમાફીની જાહેરાત કરવામાં આવી છે, ચાલી, ઝૂંપડાવાળાને 100% વ્યાજમાફીનો લાભ મળશે અને ચાલુ વર્ષના બાકી ટેક્ષ માટે વ્યાજ માફીનો મળશે લાભ.


કમિટીમાં મંજૂર કરાયેલી દરખાસ્તને સ્ટેન્ડિંગ કમિટીમાં લીલીઝંડી આપવામાં આવી હતી

AMC દ્વારા રેસિડેન્શિયલ અને કોમર્શિયલ મિલકતોની જૂની અને નવી ટેક્સ ફોર્મ્યુલા હેઠળ બાકી ટેક્સ પર વ્યાજ માફી સ્કીમ ૨૦૨૫-૨૬ જાહેર કરવામાં આવી છે. તા. ૧ જાન્યુઆરી ૨૦૨૬ થી તા. ૩૧ માર્ચ, ૨૦૨૬ સુધી એમ ત્રણ મહિના આ વ્યાજ માફીની સ્કીમ અમલમાં આવશે. જૂની ફોર્મ્યુલા હેઠળ રહેણાંક અને કોમર્શિયલ મિલકતધારકો માટે ૧૦૦ ટકા વ્યાજ માફી અપાશે. જયારે નવી ફોર્મ્યુલા મુજબ રહેણાંક પ્રોપર્ટી ધારકોને ૮૫ ટકા અને કોમર્શિયલ પ્રોપર્ટી ધારકોને ૬૫ ટકા વ્યાજ માફી અપાશે અને દર મહિને વ્યાજ માફીમાં ૫ ટકા ઘટાડો થશે. આ હેતુસર રેવન્યૂ કમિટીમાં મંજૂર કરાયેલી દરખાસ્તને સ્ટેન્ડિંગ કમિટીમાં લીલીઝંડી આપવામાં આવી હતી.

પ્રોપર્ટી ટેક્સની આવકમાં કોર્પોરેશનને વધારો થાય તેને લઈ આયોજન કરાયું

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, AMCની આવકના મુખ્ય સ્ત્રોત એવા પ્રોપર્ટી ટેક્સની આવકમાં વધારો થાય તેના પ્રયત્ન કરવાના ભાગરૂપે વ્યાજ માફીની યોજના અમલમાં મૂકવાનું નક્કી કરાયું છે. તા. ૧ જાન્યુઆરી ૨૦૨૬થી તા.૩૧ માર્ચ સુધી આ યોજનાનો લાભ લઈ શકાશે. જેમાં જૂની ફોર્મ્યુલા મુજબ રહેણાંક અને કોમર્શિયલ મિલકત ધારકોને તેમજ ચાલી અને ઝૂંપડાના મિલકત ધારકોને ૧૦૦ ટકા અને નવી ફોર્મ્યુલા મુજબ રહેણાંક મિલકતો પર 85 થી 75 તેમજ કોમર્શિયલમાં 65 થી 50 ટકા રાહત આપવામાં આવી છે.

ગત વર્ષ ૨૦૨૪- ૨૫માં વ્યાજ માફીની સ્કીમ આપી હતી

જેમાં ૧૭૪૫.૬૧ કરોડની આવક થઈ હતી. જેમાં ૨૦૫.૩૭ કરોડ રૂપિયાનો ટેક્સથી આવક થઈ હતી જેમાં ૬૪.૪૦ કરોડની રિબેટ આપવામાં આવી હતી. શહેરમાં કુલ ૨૫.૮૯ લાખટેક્સ ધારકોમાં ૬.૫૨ લાખ કોમર્શિયલ અને ૧૯૩૭ લાખ રહેણાંક મિલકત ધારકોનો સમાવેશ થાય છે. AMCને કુલ રૂ. ૧ એપ્રિલ ૨૦૨૫થી ૧૭ ડિસેમ્બર ૨૦૨૫ સુધી કુલ રૂ. ૧,૭૧૦ કરોડ આવક થઈ છે. જેમાં પ્રોપર્ટી ટેક્સ રૂ. ૧,૩૩૪.૭૦ કરોડ, પ્રોફેશનલ ટેક્સ રૂ.૧૯૨.૦૫ કરોડ, TSF ચાર્જની રૂ. ૧૭.૮૪ કરોડ અને વ્હિકલ ટેક્સની ૧૬૬.૩૨ કરોડની આવકનો સમાવેશ થાય છે.


આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદમાં અસલી PSIએ નકલી PSI ઝડપ્યો, કેસની તપાસ અંગે પોલીસને જાણ આપતા મહેસાણાથી ફૂટયો ભાંડો


  • Follow us on: