અમદાવાદના શીલજમાં પાલતું શ્વાનનો આતંક સામે આવ્યો છે જેમાં મહિલા સીડી પર જઈ રહી હતી તે દરમિયાન પાલતું શ્વાને તેને બચકું ભરવાનો પ્રયાસ કર્યો હતો અને સમગ્ર ઘટનામાં મહિલાને પગના ભાગે ઈજા પહોંચી હતી, અમદાવાદમાં પાલતું શ્વાનને લઈ તેનો માલિક રજીસ્ટ્રેશન નહી કરાવે તો તેની સામે ફરિયાદ નોંધાશે.

અમદાવાદના શીલજમાં પાલતુ શ્વાનનો ત્રાસ

ફ્લેટમાં સીડી ચડતા સમયે મહિલાએ શ્વાન પર હુમલો કર્યો હતો, શીલજના કાવેરી સંગમ ફ્લેટનો વીડિયો વાયરલ થયો છે અને યુવતી પાલતુ શ્વાનને લઇ જતા અચાનક હુમલો કર્યો છે,શ્વાનના હુમલાની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે અને મહિલાના પતિએ CNCD અને પોલીસમાં ફરિયાદ કરી છે. હજી સુધી આ મામલે શ્વાનના માલિક સામે કોઈ પગલા ભરવામાં આવ્યા નથી.

જો કૂતરૂ કરડે તો શું ન કરવું જોઈએ?

ઘા નાનો હોય તો અવગણશો નહિ

ઘા પર મીઠું, હળદર, મરચુ, સરસવનું તેલ ન લગાવશો.

હડકવવા (રબીઝ)ની રસી લેવામાં વિલંબ ન કરો તે જીવલેણ બની શકે છે.

કૂતરું ન કરડે તેના માટે શું ધ્યાન રાખવું જોઈએ.

અજાણ્યા કૂતરાને હેરાન ન કરો, પથ્થર કે લાત ન મારવી.

કૂતરાની નજીક અચાનક ન જવું, ખાસ કરીને જ્યારે તે ખાઈ રહ્યું હોય કે તેના ગલૂડિયા સાથે હોય.

કૂતરો ભસે તો દોડશો નહિ, શાંતિથી ઉભા રહો. કૂતરાની આંખોમાં સીધી નજર ન કરો અને ધીમે ધીમે પાછળ હટો.

બાળકોએ કૂતરાની પૂંછડી પકડવી નહિ અને તેને પજવવું નહિ.

કૂતરાને નિશ્ચિત કરેલી જગ્યા પર જ ખવડાવો. (લોકોની અવરજવર વાળી જગ્યાથી દૂર)

જો કૂતરૂ કરડે તો શું કરવું જોઈએ ?

સૌ પ્રથમ, ઘાને સાબુ અને સ્વચ્છ વહેતા પાણીથી 15 મિનિટ સુધી સારી રીતે ધોઈ લો.

ઘા પર ઉપલબ્ધ એન્ટિસેપ્ટિક (આયોડિન/સ્પિરિટ વગેરે) લગાવો.

તરત જ રસી લો અને તબીબની સલાહ અનુસાર રસીકરણનો કોર્સ પૂર્ણ કરો.

પાલતુ પ્રાણીઓને હડકવા (રેબીઝ)થી બચાવવા માટે શું કરવું જોઈએ?

તમારા પાલતુ પ્રાણીઓની નોંધણી કરાવો અને નિયમિતપણે હડકવા વિરોધી રસી અપાવો.

તમારા પાલતુ પ્રાણીઓને હંમેશા તમારા નિરીક્ષણ હેઠળ રાખો.

તમારા પાલતુ પ્રાણીઓને રખડતા પ્રાણીઓથી દૂર રાખો..

જો તમારા પાલતુ પ્રાણીને કોઈ અજાણ્યું પ્રાણી કરડે છે, તો તરત જ તેને તમારી નજીકની પશુચિકિત્સા હૉસ્પિટલમાં લઈ જાઓ.

જો તમારા પાલતુ પ્રાણીમાં હડકવા જેવા લક્ષણો દેખાય, તો તાત્કાલિક તમારા નજીકના પશુચિકિત્સક/મ્યુનિસિપાલિટી અધિકારીને જાણ કરો.


આ પણ વાંચો : Surat News : સુરતના લાલગેટ વિસ્તરમાં એક તરફ ભૂવો પડયો અને બીજી તરફ લગ્નનો મંડપ, ભૂવો પડતા ખુરશીઓ ભૂવામાં પડતા દોડધામ મચી