સુરતમાં મેટ્રોની ચાલુ કામગીરી દરમિયાન ભૂવો પડતા મોટી જાનહાની ટળી હતી, લગ્ન મંડપ પાસે જ ભૂવો પડતા જાનહાનિ ટળી હતી અને ભૂવો પડતા સમગ્ર વિસ્તારમાં લોકોએ કોર્પોરેશન સામે રોષ ઠાલવ્યો હતો, તો આ બધાની વચ્ચે ખુરશીઓ, લગ્ન મંડપનો ભાગ ભૂવામાં ગરકાવ થયો હતો, નજીકના બંગલાના કિચન પાછળ ભૂવો પડ્યો છે.
મેટ્રો પ્રોજેક્ટથી પાણીની લાઇન તૂટી હોવાની શંકા
મોટો ભૂવો પડતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, તો સ્થાનિકોનું કહેવું છે કે, મેટ્રોની કામગીરી દરમિયાન ઘણીવાર મકાનો પણ હલતા હોય છે અને હમણા પડી જશે તેવો પણ અહેસાસ થતો હોય છે, સુરતમાં વગર વરસાદે ભૂવા પડવાની મૌસમ ખિલી છે. મેટ્રો પ્રોજેક્ટની પાણીની લાઇન તૂટી હોવાની શંકા લોકો સેવી રહ્યા છે તો મેટ્રો કામ દરમિયાન નાગરિક સુરક્ષા પર પ્રશ્ન ઉભા થયા છે અને મહત્વની વાત તો એ છે કે આ ભૂવો પડયો તો કોર્પોરેશન કે મેટ્રોના અધિકારીઓ સ્થળ મુલાકાત કરવા પણ આવ્યા નથી.
