ગાર્ડ ઓફ ઓનર દ્વારા ભદ્રકાળી યાત્રાનું સ્વાગત કરાયું છે અને શહેરના કોટ વિસ્તારમાંથી નીકળી નગરયાત્રા જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા છે, અખાડા, ભજન મંડળીઓ નગરયાત્રામાં જોડાયા છે અને પૌરાણિક ભદ્રકાળી મંદિરનું છે અનેરું મહત્વ.

ભદ્રકાળી માતાની નગરયાત્રાને લઈ વાહનચાલકો માટે વૈકલ્પિક રૂટ જાહેર

ભદ્રકાળી મંદિર, ત્રણ દરવાજા, માણેક ચોક, ફ્રૂટ માર્કેટ, માણેકનાથ મંદિર, ગાંધીરોડ, બાલા હનુમાન મંદિર, ખાડીયા ચાર રસ્તા, ખાડીયા ગેટ, સારંગપુર ચકલા, છબીલા હનુમાન, રાયપુર દરવાજા, આસ્ટોડીયા દરવાજા, AMC કાર્યાલય, ખમાસા, જમાલપુર, થઈને રિવરફન્ટ પૂર્વ થઈ મહાલક્ષ્મી મંદિર થઈને શિવાજી ચોક, વસંત ચોક, અગાસિયા હોટલ, વીજળી ઘર, બહુચરાજી મંદિરથી પરત ભદ્રકાળી મંદિર સુધીનો માર્ગ વાહનોની અવર-જવર માટે બંધ રહેશે.

વૈકલ્પિક રૂટ

વિજળીઘર ચાર રસ્તા થઈ રિલીફ ચાર રસ્તા થઈ પટવા શેરી બિસ્કિટ ગલી, રમકડા માર્કેટ રોડ તરફ અવર-જવર કરી શકાશે. પાંચકૂવા થઈ કડીયાકુઈ થઈ ધનાસુથાર ચાર રસ્તા થઈ ટંકશાળ રોડ તરફ અવર-જવર કરી શકાશે. ખાડીયા ચાર રસ્તાથી ઝકરીયા મસ્જીદ થઈ રિલીફ રોડ તરફ અવર-જવર કરી શકાશે. સારંગપુર સર્કલથી ત્રિકમરાય મંદિર રોડ થઈ આસ્ટોડીયા દરવાજા થઈ રાયપુર ચકલા થઈ રાયપુર દરવાજા તરફ અવર-જવર કરી શકાશે. એસ.ટી. બસ સ્ટેન્ડ જમાલપુર બ્રિજ તરફના રોડ પર અવર-જવર કરી શકાશે.

અમદાવાદમાં ભદ્રકાળી મંદિરનો ઈતિહાસ

એવું માનવામાં આવે છે કે પાટણના રાજા અને સાબરમતી નદીના કિનારે કર્ણાવતીના સ્થાપક કર્ણદેવે ભદ્રકાળી મંદિરની સ્થાપના કરી હતી. આજે જેમ ભદ્રનો કિલ્લો અને સિદી સૈયદની જાળી અમદાવાદની ઓળખ બની ચૂક્યાં છે. તે રીતે માતા ભદ્રકાળી માતાનું મંદિર પણ અમદાવાદના ધાર્મિક ચહેરાની ઓળખરૂપ છે. આ મંદિરના જીર્ણોદ્વારનો અગાઉ 2 વખત પ્રયાસ થઈ ચૂક્યો છે.


આ પણ વાંચો : Railway News : પશ્ચિમ રેલવે ચલાવશે અમદાવાદ અને મંગલુરુ વચ્ચે સ્પેશિયલ ટ્રેન, જાણો કયા સ્ટેશને ઉભી રહેશે આ ટ્રેન