ઉનાળાની ગરમીને લીધે લીલા શાકભાજીની આવક ઓછી છે, જેના લીધે લીલા શાકભાજીના ભાવમાં કિલોએ રૂ.૨૦ થી ૪૦ સુધીનો વધારો થયો છે. જ્યાં લીલા મરચા રૂ.૩૦ના કિલો મળતા હતા, તે હાલમાં રૂ.૧૦૦ના કિલો, કોથમીર રૂ.૧૨૦ની કિલો અને ટામેટા રૂ.૪૦ના કિલો થઈ ગયા છે.
લીલા મરચાના ભાવોમાં અસહ્ય વધારો જોવા મળ્યો છે
જ્યારે સારા લીંબુ અત્યારે રૂ.૧૮૦ થી રૂ. ૨૦૦ કિલોની કિંમતે વેચાઈ રહ્યા છે. વેપારીઓના જણાવ્યા મુજબ, વધતી ગરમીને લીધે હાલમાં લીલા શાકભાજીની આવક ઓછી હોવાથી ભાવમાં વધારો થયો છે. જ્યારે લીલા મરચાના ભાવોમાં અસહ્ય વધારા અંગે વેપારીઓ કહી રહ્યા છે કે, આવક ઓછી છે અને માંગ વધુ હોવાથી ભાવ વધ્યા છે.













