અમદાવાદ શહેરની વિવેકાનંદનગર પોલીસે દારૂબંધીના કાયદા હેઠળ અત્યાર સુધીનો સૌથી મોટો ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યો છે. પોલીસે બડોદરા ગામની સીમમાં ONGC વેલની સામે આવેલા એક ફાર્મ હાઉસ પર દરોડો પાડીને રૂ.1,32,69,055નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.
વિદેશી દારૂનો જથ્થો અને મોટું કટિંગ નેટવર્ક
પોલીસને બાતમી મળી હતી કે બડોદરા ગામના રહેવાસી ફિરોજખાન મહમદખાન બેલીફ પોતાના ફાર્મ પર કન્ટેનર મંગાવીને વિદેશી દારૂનું કટિંગ કરતો હતો. રેડ દરમિયાન જુદી જુદી બ્રાન્ડની નાની-મોટી 7,108 બોટલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત રૂ. 37,41,740 છે. દારૂ સંતાડવા માટે ઉપયોગમાં લેવાયેલા બોર્નવિટાના નાના-મોટા 1,144 બોક્સ અને બંડલો મળી આવ્યા હતા, જેની કિંમત રૂ.78,12,315 થાય છે.













