અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત અત્યાધુનિક SVP મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા અપેક્ષા કરતા ઓછી દેખાઈ રહી હોવાના મુદ્દે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે આ સ્થિતિ પાછળ ભૌગોલિક અને તબીબી માળખાકીય કારણો જવાબદાર હોવાનું જણાવ્યું છે. પશ્ચિમ વિસ્તારમાં SVP ઉપરાંત AMC સંચાલિત 90 અર્બન હેલ્થ સેન્ટર (UHC) કાર્યરત છે.


અમદાવાદમાં મનપા સંચાલિત 3 હોસ્પિટલ

નાની-મોટી બીમારીઓ માટે લોકો પ્રાથમિક સ્તરે ત્યાં જ સારવાર લેતા હોય છે. પશ્ચિમ વિસ્તારમાં જ રાજ્ય સરકાર સંચાલિત મોટી સોલા સિવિલ હોસ્પિટલ આવેલી છે. ઘણા દર્દીઓ ત્યાં ડાયવર્ટ થતા હોવાથી SVP ના આંકડામાં ઘટાડો જોવા મળે છે. અમદાવાદ મનપા હસ્તક મુખ્ય ત્રણ હોસ્પિટલો છે, જેમાં શારદાબેન હોસ્પિટલ પૂર્વ વિસ્તારની જરૂરિયાતો પૂરી કરે છે, જ્યારે SVP પશ્ચિમમાં મલ્ટી સ્પેશિયાલિટી સુવિધાઓ પૂરી પાડે છે.

પશ્ચિમમાં AMCના 90 અર્બન હેલ્થ સેન્ટર

SVP એ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ હોવાથી ત્યાં ગંભીર અને ખાસ પ્રકારની સારવાર માટે દર્દીઓ આવતા હોય છે, જ્યારે સામાન્ય કેસો અર્બન હેલ્થ સેન્ટર કે સિવિલમાં વિભાજિત થઈ જાય છે. ચેરમેને વધુમાં ઉમેર્યું હતું કે, દર્દીઓની સંખ્યા ઓછી દેખાવાનું કારણ સુવિધાઓનો અભાવ નથી, પરંતુ વિસ્તારમાં ઉપલબ્ધ અન્ય સરકારી અને કોર્પોરેશનની આરોગ્ય સેવાઓનો વ્યાપ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: