ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પક્ષપલટાની મોસમ શરૂ થઈ ગઈ છે. દર વખતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ ભાજપમાં જોડાઈ જતાં હોવાની ઘટનાઓ સામે આવે છે. પરંતુ આ વખતે ભાજપના એક હજારથી વધુ ઠાકોર સેનાના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે. ધોળકાના રામપુરમાં કોંગ્રેસના નેતાઓની સભા યોજાઈ હતી. રામપુર ગામમાં મંદિરની દિવાલ તોડવામાં આવતા ઠાકોર સેના નારાજ હતી.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં ભાજપને ઝટકો
ગુજરાતમાં ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર દ્વારા રચવામાં આવેલી ઠાકોર સેનાના એક હજારથી વધુ કાર્યકરોએ ભાજપ સાથે છેડો ફાડ્યો છે. ધોળકામાં યોજાયેલી જન આક્રોશ સભામાં ઠાકોર સેનાના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હતાં. રામપુર ગામમાં મંદિરની દિવાલ તોડવામાં આવતા ઠાકોર સેના નારાજ થઈ હતી. ગામમાં ઠાકોર સમાજના લોકો કોંગ્રેસમાં જોડાયા હતાં. બીજી તરફ ખેડામાં પણ ભાજપના 50તી વધુ હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાયા હતાં.













