ગુજરાત રાજ્યમાં હાલમાં ઠંડીનો ચમકારો યથાવત રહ્યો છે, જેના કારણે જનજીવન પર અસર જોવા મળી રહી છે. ઉત્તર દિશામાંથી ફૂંકાતા ઠંડા અને સૂકા પવનોને કારણે મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 15 ડિગ્રી સેલ્સિયસથી નીચે ગગડી ગયો છે. હવામાન વિભાગના અહેવાલ મુજબ, રાજ્યમાં સરેરાશ 10 થી 15 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાઈ રહ્યો છે. સમગ્ર રાજ્યમાં કચ્છનું નલિયા સૌથી ઠંડું સ્થળ રહ્યું, જ્યાં લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. આ ઉપરાંત, અન્ય મુખ્ય શહેરોમાં પણ નોંધપાત્ર ઠંડીનો અનુભવ થયો છે.


ઠંડીનો ચમકારો

મુખ્ય શહેરોના તાપમાન પર નજર કરીએ તો, વડોદરામાં 13.1 ડિગ્રી, ડીસામાં 13.9 ડિગ્રી, રાજકોટમાં 13.2 ડિગ્રી અને કેશોદમાં 13.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં મહુવામાં 14.1 ડિગ્રી અને કંડલામાં 14.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજધાની અમદાવાદમાં પણ 15.5 ડિગ્રી તાપમાન સાથે સવાર-સાંજ ઠંડીનો સખત અનુભવ થયો હતો. હવામાન ખાતાના મતે, આગામી દિવસોમાં પણ ઠંડીનો આ મિજાજ યથાવત રહેવાની શક્યતા છે, તેથી લોકોને ઠંડીથી બચવા માટે જરૂરી તકેદારી રાખવાની સલાહ આપવામાં આવી છે.

આ પણ વાંચો : Surat ની આંગણવાડી બહેનોનું ગાંધીનગરમાં પગપાળા પ્રયાણ, 'હક' માટે આમરણાંત ઉપવાસની ચીમકી...




  • Follow us on: