સુરત જિલ્લાની આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોએ પગાર વધારા અને અન્ય પડતર માગણીઓ મુદ્દે આરપારની લડતનો પ્રારંભ કર્યો છે. મોટી સંખ્યામાં બહેનોએ સુરતથી અમદાવાદ તરફ પ્રયાણ કર્યું છે અને તેઓ અમદાવાદના એલિસબ્રિજ વિસ્તાર ખાતે ભૂખ હડતાળમાં જોડાશે. બહેનોની મુખ્ય માગણીઓમાં પગારમાં નોંધપાત્ર વધારો, કાયમી કર્મચારીનો દરજ્જો આપવો અને નિવૃત્તિ પછીની યોજનાઓના લાભોનો સમાવેશ થાય છે.


સરકારની મુશ્કેલી વધી

આ આંદોલન રાજ્ય સરકાર માટે મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે, કારણ કે આંગણવાડીની બહેનો ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં પાયાના સ્તરે આવશ્યક સેવાઓ પૂરી પાડે છે. જો સરકાર તેમની માગણીઓ સ્વીકારવામાં વિલંબ કરશે કે નકારશે તો આ આંદોલન વધુ ઉગ્ર બનશે. આંગણવાડી બહેનોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો તેમની માંગણીઓ વહેલી તકે સ્વીકારવામાં નહીં આવે, તો તેઓ ભૂખ હડતાળને આમરણાંત ઉપવાસમાં ફેરવશે. સુરતથી અમદાવાદ રવાના થયેલી બહેનોનો નિર્ધાર છે કે જ્યાં સુધી તેમને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ હડતાળ પર રહેશે. આ પગલું સરકાર પર તાત્કાલિક નિર્ણય લેવાનું દબાણ વધારશે, કારણ કે હજારોની સંખ્યામાં આંગણવાડી કાર્યકરોનું આ રીતે સંગઠિત થવું એક ગંભીર બાબત છે.

આ પણ વાંચો : Surat News : સચિનમાંથી યુવક પિસ્ટલ સાથે ઝડપાયો, હથિયાર બતાવી ધમકી આપવી ભારે પડી...

  • Follow us on: