સુરતના સચીન વિસ્તારમાંથી ગેરકાયદેસર હથિયાર સાથે એક યુવકની ધરપકડ કરવામાં આવી છે. આરોપી પવનકુમાર પાલની પોલીસે ધરપકડ કરી છે અને તેની પાસેથી દેશી બનાવટની એક પિસ્ટલ, ત્રણ જીવતા કારતૂસ અને એક મોબાઈલ કબજે કરવામાં આવ્યો છે. આ ધરપકડ બાદ આરોપીનો થોડા સમય પહેલાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે કેટલાક લોકો સાથે બબાલ કરીને એક યુવકને પિસ્ટલ બતાવીને ધમકી આપતો સ્પષ્ટપણે દેખાય છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસે સક્રિયતા બતાવી હતી.


હથિયાર સાથે ફરતા યુવકનો ખેલ ખતમ

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી પવનકુમાર પાલે અગાઉ થયેલી બબાલના પગલે એક યુવકને ડરાવવા માટે પિસ્ટલનો ઉપયોગ કર્યો હતો અને આ ધમકી આપતો વીડિયો પણ તેણે જ બનાવ્યો હતો. ગેરકાયદેસર રીતે હથિયાર રાખવા બદલ અને તેનો ઉપયોગ ધમકી આપવા માટે કરવા બદલ આરોપી પવનકુમાર પાલ વિરુદ્ધ આર્મ્સ એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કેસમાં પવનકુમાર પાલને કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ માટે રિમાન્ડ મેળવવાની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો : Botad News : 70 વર્ષના નરાધમે 14 વર્ષની સગીરાને પીંખી નાખી, પેટના દુખાવાની ફરિયાદથી ખુલ્યું રાઝ

  • Follow us on: