બોટાદમાં માનવતાને શર્મસાર કરતો એક અત્યંત ગંભીર કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક 70 વર્ષીય વૃદ્ધે 14 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. આ જઘન્ય કૃત્યના કારણે સગીરા ગર્ભવતી બની હતી અને તેણે બાળકને જન્મ આપ્યો છે. સમગ્ર ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે સગીરાને અચાનક પેટમાં દુખાવો ઉપડતા તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
દુષ્કર્મ મામલો
તમને જણાવી દઈએ કે, હોસ્પિટલમાં જ સગીરાએ બાળકને જન્મ આપતા તબીબો અને પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા. હોસ્પિટલ દ્વારા જાણ કરાતા પોલીસે તુરંત કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ 70 વર્ષીય આરોપી વૃદ્ધને ઝડપી પાડી જેલ હવાલે કર્યો છે. આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આરોપી સામે દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે.













