અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટના બની છે જેમાં અજાણ્યા વાહનચાલકે બાઇકને મારી ટક્કર અને વૈષ્ણોદેવી સર્કલ નજીક હિટ એન્ડ રનની ઘટના બની છે જેમાં 23 વર્ષિય કંથન નામના યુવકનું મોત થયું છે, ગાંધીનગરથી નોકરી પર જતા યુવકનું મોત થયું છે. પોલીસે અકસ્માતને લઇ વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદના એસજી હાઇવે પર હિટ એન્ડ રનની ઘટના

અમદાવાદના એસજી હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના બની છે, અને એસજી હાઈવે પર વારંવાર અકસ્માત સર્જાતા હોય છે, ફુલ સ્પીડમાં વાહન હંકારીને લોકોના જીવ જોખમમાં મૂકતા હોય છે વાહન ચાલકો ત્યારે આજે સવારે વૈષ્ણવદેવી સર્કલ નજીક હીટ એન્ડ રનની ઘટનામાં એક યુવકનું ઘટના સ્થળે મોત થયું છે, પોલીસે આસાપાસના સીસીટીવી પણ તપાસ્યા છે અને અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે, પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે.

હિટ એન્ડ રન કાયદો શું છે

હિટ એન્ડ રન પર કરવામાં આવેલી આ નવી જોગવાઇ છે. આ અંતર્ગત રોડ પર હિટ એન્ડ રનની ઘટના બને તો વાહન ચાલકને 10 વર્ષની સજા થશે. આ ઉપરાંત તેને દંડ પણ ભરવો પડશે. હવે નવા નિયમ મુજબ જો કોઈ કાર સાથે ટકરાય અને પોલીસ પ્રશાસનને જાણ કર્યા વગર જ ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ જાય તો તેને 10 વર્ષ સુધીની સજા થશે અને દંડ પણ ફટકારવામાં આવશે.

આ પણ વાંચો : Jamnagar News : જામનગરમાં જૂના મકાનની જર્જરિત છત ધરાશાયી થતા 5 લોકો ઈજાગ્રસ્ત, ફાયર વિભાગે રેસ્કયું કરી તમામને બચાવ્યા