જામનગરના મોટાપીર ચોકમાં બે માળના મકાનની છત ધરાશાયી થવાની ઘટના બની છે અને તમામ લોકોનું રેસ્ક્યું કરી હોસ્પિટલ ખસેડાયા છે. ફાયર ટીમે ઘટનાસ્થળે પહોંચી કામગીરી કરી છે. જામનગરમાં મોડી રાત્રે આ ઘટના બની હતી, તો આસપાસના લોકો પણ મદદ માટે દોડી આવ્યા હતા અને 108 એમબ્યુલન્સની મદદથી સારવાર માટે ખસેડયા હતા.


જામનગરમાં મોડી રાતે છત ધરાશાયી

જામનગરમાં ગત મોડી રાત્રીના શહેરનું એક જૂના જર્જરિત મકાનની છત ધરાશાયી થવાની ઘટના બની હતી, શહેરના મોટાપીર ચોક વિસ્તારમાં એક જૂનું અને જર્જરિત બે માળનું મકાન છે, ઘટનાની જાણ થતા ફાયર સહિતનો સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી છે, ફાયર વિભાગ દ્વારા આ મકાનમાં રહેતા વૃદ્ધા સહિતના લોકોને બહાર કાઢી રેસ્ક્યુ કર્યું હતુ, આ બનાવમાં ઈજાગ્રસ્તોને સારવાર માટે શહેરની જીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

ઈજાગ્રસ્તના નામ

હુસેનભાઇ સાટી ઉંમર વર્ષ 60

સખીનાબેન ઉંમર વર્ષ 32

નાયઝા ઉંમર વર્ષ ૩

ત્રણ મહિનાનો બાળક

રજિયાબેન ઉંમર વર્ષ 60

રાજકોટના ધોરાજીમાં મકાનની દિવાલ ધરાશાયી

રાજકોટના ધોરાજીમાં મકાનની દિવાલ ધરાશાયી થવાની ઘટના બની છે, દિવાલ ધરાશાયી થતા બાળકીને ગંભીર ઇજા પહોંચી છે, ખાખરા વિસ્તારમાં જૂના મકાનની દિવાલ ધરાશાયી થઈ હતી અને ગંભીર ઇજાઓ પહોંચતા બાળકીને હોસ્પિટલ ખસેડાઇ છે.

આ પણ વાંચો : Junagadh News : સાસણગીરની નકલી વેબસાઇટ બનાવી પ્રવાસીઓ પાસેથી બુકિંગના રૂપિયા લઈ છેતરપિંડી કરનાર શખ્સને પોલીસે દબોચ્યો


  • Follow us on: