સાસણગીરની સફારીની નકલી વેબસાઈટ બનાવીને લોકો સાથે છેતરપિંડી કરતા હોવાની ફરિયાદ મેંદરડા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી જેમાં સાસણના આર એફ ઓ યશ ઉમરાળીયાએ સરકારી ગેસ્ટ હાઉસમાં કોઈપણ જાતની ઓનલાઈન બુકિંગ પ્રણાલી કે વેબસાઈટમાં નથી છતાંય જાણ્યા ઈસમો દ્વારા સાસણ આવવા માંગતા પ્રવાસીઓને છેતરી અસલી જેવી નકલી વેબસાઈટ બનાવી ગેરકાયદેસર રીતે રૂમ બુકિંગ અને સફારી બુકિંગ કરી આપી તેના નાણાં ટ્રાન્સફર કરાવી વન વિભાગ અને પ્રવાસી સાથે છેતરપિંડી કર્યા હોવાની ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે આ ઓનલાઈન ફ્રોડના મુખ્ય આરોપી રાશીદખાન અયુબખાનને ઝડપી લીધો છે
આરોપી પાસેથી બે મોબાઈલ પણ જપ્ત કરવામાં આવ્યા છે, જેનો ઉપયોગ તે છેતરપિંડી માટે કરતો હતો, પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી પ્રવાસીઓને જાળમાં ફસાવવા માટે ગીર સફારી બુકિંગની નકલી વેબસાઇટ બનાવતો હતો. એટલું જ નહીં, સાસણ ગીર ઉપરાંત તેણે જગન્નાથ મંદિર, શ્રીધામ આશ્રમની પણ નકલી વેબસાઇટ બનાવીને અન્ય યાત્રાળુઓ સાથે પણ છેતરપિંડી કરી હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાથમિક તપાસમાં અત્યાર સુધીમાં 20 જેટલી ફરિયાદો સામે આવી છે
આરોપી પોતે પકડાઈ નહીં તે માટે અલગ અલગ લોકોના બેક એકાઉન્ટ ભાડે રાખતો હતો. આરોપી રસીદ ખાન સ્કુલ ડ્રોપ આઉટ હોવા છતાં પોતાની જાતે જ પ્રેક્ટિસથી ટેકનોલોજી શીખી ટેકરો નામની વેબ ડિઝાઇનિંગ સોફ્ટવેર કોડિંગ તેમજ એપ્લિકેશન શીખવાડતી ઇન્સ્ટિટ્યૂટ પોતાના વતન ખાતે ચલાવે છે નકલી વેબસાઈટ બનાવી બોગસ નંબરથી whatsapp કોલિંગનો ઉપયોગ કરી લોકો પોતે તથા પોતાના સાગરીતો મારફત પોતાની વાતોની જાળમાં ફસાવી સાયકોલોજીકલ યુક્તિઓ વાપરી ઓનલાઈન ભાડે લીધેલા એકાઉન્ટમાં બુકિંગના નામે પૈસા લઈ રીસીપ્ટ આપતો હતો.
આરોપીએ દિલ્હી હરિયાણાના 20 થી વધુ પર્યટકો અને યાત્રિકો સાથે છેતરપિંડી કરી છે
આરોપી પોતાના વતનની ભોગવી પરિસ્થિતિ પૂરો કરવા માટે ઉપયોગ કરે છે તેના અંતરિયાળ ગામની નજીક આવેલા પહાડ જંગલ વાડી વિસ્તારમાં જઈ ત્યાંથી કોલિંગ કરી પોતાના ગુનામાં વપરાયેલા મોબાઈલ ફોન ત્યાં જ સંતાડી ગુનો આચરતો હતો આ વિસ્તાર ખાતે રાજસ્થાન હરિયાણા ઉત્તર પ્રદેશ રાજ્યની બોર્ડર નજીક હોવાથી પોલીસને આરોપી અન્ય રાજ્યમાં નાસી છૂટવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે, નકલી સાસણની વેબસાઈટ બનાવીને આરોપીએ યુપી મહારાષ્ટ્ર બિહાર દિલ્હી હરિયાણાના 20 થી વધુ પર્યટકો અને યાત્રિકો સાથે છેતરપિંડી કરી છે. જૂનાગઢ પોલીસની ટેકનિકલ ટીમ હવે સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. પોલીસ આરોપી કઈ રીતે વેબસાઇટ બનાવતો હતો તેની તપાસ કરશે તેમજ તેના બેંક ખાતાઓની વિગતો મેળવવામાં આવશે. બેંક ખાતાની વિગતો મળ્યા બાદ છેતરપિંડીની કુલ રકમ અને આ ફ્રોડમાં અન્ય કોઈ સામેલ છે કે કેમ, તે બહાર આવશે.









