અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં એક જ્વેલર્સ શોરૂમમાં કામ કરતી મહિલા કર્મચારીએ વિશ્વાસઘાત કરી કરોડો રૂપિયાના દાગીનાની ચોરી આચરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. શોરૂમમાં દાગીનાના હિસાબમાં ગેરરીતિ જણાતા જ્યારે CCTV ફૂટેજ તપાસવામાં આવ્યા ત્યારે માલિકના હોશ ઉડી ગયા હતા. શોરૂમની જ મહિલાકર્મી અત્યંત ચાલાકીથી દાગીનાની ચોરી કરતી કેમેરામાં ઝડપાઈ ગઈ છે.
ઘરેણાં પોતાના બ્લેઝરના ગજવામાં છુપાવી દીધા
મળતી માહિતી મુજબ, આરોપી મહિલા કર્મચારી શોરૂમના યુનિફોર્મ (બ્લેઝર) નો ઉપયોગ કરી અત્યંત કુશળતાથી દાગીના સેરવી લેતી હતી. તેણે કિંમતી ઘરેણાં પોતાના બ્લેઝરના ગજવામાં છુપાવી દીધા હતા. તેણે શોરૂમમાંથી કુલ રૂપિયા 1.66 કરોડના કિંમતી દાગીનાની ચોરી કરી છે.
