PG મેડિકલ પ્રવેશ પ્રક્રિયામાં બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યા બાદ પણ 388 જેટલા વિદ્યાર્થીઓએ કન્ફર્મ ના કરવાના કારણે તેમની 1 કરોડથી વધુ રૂપિયાની ડિપોઝિટ જપ્ત કરવામાં આવી છે. આ કાર્યવાહી એડમિશન ન લેનાર વિદ્યાર્થીઓ પર લાગુ કરી છે.
બીજા રાઉન્ડમાં કુલ 225 વિદ્યાર્થીઓએ પ્રવેશ રદ્દ કરાવ્યો
માહિતી અનુસાર, બીજા રાઉન્ડમાં કુલ 225 વિદ્યાર્થીઓએ પ્રવેશ રદ્દ કરાવ્યો હતો, જ્યારે 163 વિદ્યાર્થીઓએ પ્રવેશ લેવાનો ઇનકાર કર્યો. ડિપોઝિટ રકમ લગભગ 28,000 રૂપિયા પ્રતિ વિદ્યાર્થી હતી.તે જપ્ત કરાઇ હતી.
