જૂનાગઢમાં ભવનાથ ખાતે ચાલી રહેલા પવિત્ર મેળા દરમિયાન દત્ત ચોક વિસ્તારમાં એક નાગા સાધુએ આતંક મચાવતા લોકોમાં ભયનો માહોલ છવાઇ ગયો હતો.
ખુલ્લી તલવાર લઈને લોકોની પાછળ દોડ્યો
નાગા બાવાએ હાથમાં ખુલ્લી તલવાર લઈને નિર્દોષ લોકો પાછળ દોડી તેમને ડરાવ્યા હોવાની માહિતી મળી છે.
કેટલાક લોકોને સાધુએ બેફામ માર માર્યો
મળતી માહિતી મુજબ રસ્તાની બાજુમાં સૂતેલા કેટલાક લોકોને સાધુએ બેફામ માર માર્યો હતો.
સાધુ સાથે રહેલા કપિરાજે પણ અનેક લોકો પર હુમલો કર્યો
ઘટનાસ્થળે હાજર લોકોના જણાવ્યા અનુસાર સાધુ સાથે રહેલા કપિરાજે પણ અનેક લોકો પર હુમલો કરી ઇજા પહોંચાડી હતી. હિંસક બનેલા સાધુએ દત્ત ચોક વિસ્તારને જાણે બાનમાં લઈ લીધો હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી.
શ્રદ્ધાળુઓમાં નાસભાગ મચી ગઈ
અચાનક બનેલી આ ઘટનાને કારણે શ્રદ્ધાળુઓમાં નાસભાગ મચી ગઈ હતી અને મેળાના શાંતિપૂર્ણ વાતાવરણમાં ડર ફેલાયો હતો. સ્થાનિક લોકો અને યાત્રિકોમાં સાધુના વર્તન સામે ભારે રોષ જોવા મળ્યો હતો.
સાધુને પોલીસ સ્ટેશન લઇ જવાયો
ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો અને સાધુને કાબૂમાં લઈને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવાયો હતો. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો---- Surat : નામચીન ચિરાગ ગોટીનો આતંક, પોતાની જ કંપનીના ડ્રાઇવરને ઢોર માર માર્યો, લાયસન્સ વગર પિસ્તોલ લઇને ફરતો હોવાનો આરોપ