સુરતમાં નામચીન ચિરાગ ગોટીની નવી કરતૂત સામે આવી છે. ચિરાગ ગોટીએ પોતાના જ કંપનીના ટેન્કરના ડ્રાઇવરને ઢોર માર માર્યો હોવાનો વીડિયો વાયરલ થતાં ખળભળાટ મચી ગયો છે.
ટેન્કરમાં પથ્થર નાખ્યા શંકા રાખી ઢોર માર માર્યો
ચિરાગ ગોટીનો અગાઉ પણ યુવકને માર મારતો હોવાનો વીડિયો વાયરલ થયા બાદ આજે ફરી તેનો વીડિયો વાયરલ થયો છે. પોતાને દાદા માનતા ચિરાગ ગોટીએ તેની કંપનીનો ડ્રાઇવર ડ્રાઇવરે ટેન્કરમાં પથ્થર નાખ્યા હોવાની શંકા રાખી તેને ઢોર માર માર્યો હોવાનું વીડિયોમાં જોવા મળે છે
ચિરાગ ગોટી પિસ્તોલ લઇ લોકોમાં રોફ જમાવતો
લોકો આરોપ લગાવી રહ્યા છે કે ચિરાગ ગોટી જાહેરમાં પિસ્તોલ લઈને ફરતો હતો અને લોકોને રોફ જમાવતો હતો.
ચિરાગ ગોટી પાસે બંદૂકનું લાઈસન્સ નથી
ગણેશ વિસર્જન દરમિયાન સોસાયટીની વાડીમાં જાહેરમાં ફાયરિંગ કર્યાના ફોટા અને વીડિયો સામે આવ્યા છે. જાણવામાં આવ્યું છે કે, ચિરાગ ગોટી પાસે બંદૂકનું લાઈસન્સ નથી
સુરત પોલીસ ક્યારે એક્શન લેશે
નામચીન ચિરાગ ગોટીની ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ બંધ થાય તે જરુરી છે અને આ માટે સુરત પોલીસે હવે મેદાનમાં ઉતરવું જરુરી છે.
આ પણ વાંચો----- Surendranagar : સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં AAPને મોટો ઝટકો, રાજુ કરપડાએ AAP માંથી રાજીનામું આપ્યું