અમદાવાદના ચાંદખેડામાં ગોદરેજ ગાર્ડન સિટી પાસે પીસીબીની ટીમ દ્વારા જુગારધામ પર દરોડો પાડવામાં આવ્યો છે. આ રેડ ગોદરેજ ગાર્ડન સીટી નજીક સ્થિત સીવી સ્ટુડિયોના બ્લોક Aના ફ્લેટમાં પાડવામાં આવી હતી.
મકાન માલિક વિસ્મય પંડ્યા સહિત કુલ 5 જુગારી ઝડપાયા
તપાસ દરમ્યાન મકાન માલિક વિસ્મય પંડ્યા સહિત કુલ 5 જુગારી ઝડપાયા છે. પોલીસને સ્થળ પરથી 63,000 રોકડ, 5 મોબાઇલ ફોન તેમજ 2 ફોર-વ્હીલર સાથે કુલ 25.23 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
પકડાયેલા આરોપી
પોલીસે વિસ્મય તારેશભાઇ પંડયા ઉવ.42 ધંધો- લોન એજેન્ટ, (રહે.બ્લોક A/705, સેવીય સ્ટુડીયો ગોદરેજ ગાર્ડન સીટી રોડ પાસે જગતપુર ચાંદખેડા અમદાવાદ.(મકાન માલિક) ) , પ્રકાશભાઇ ડાહ્યાભાઇ પંચાલ ઉવ.47 ધંધો-મિસ્ત્રીકામ (રહે.211,સત્વ હોમ્સ 02 આશ્રય 10 ફલેટની બાજુમાં ન્યુ રાણીપ અમદાવાદ) રમેશભાઇ ઘનશ્યામભાઇ દલવાડી ઉવ.46 ધંધો-ઇમિટેશન જ્વેલરી કામ (રહે.D/501,આશ્રય 10 ખોડીયાર માતાના મંદીર બાજુમાં સાબરમતી અમદાવાદ) ભાવીન પ્રવીણભાઇ પટેલ ઉવ.42 ધંધો-ડ્રાઇવીંગ (રહે.B -502, ગણેશ સો પાન ફલેટ, ન્યુ રાણીપ રોડ ચેનપુર રોડ સાબરમતી અમદાવાદ) અને વાલજીભાઇ રામજીભાઇ ટાંક ઉવ.53, ધંધો- કડિયા કામ (રહે.B/406, વીકટોરી સન રાઇઝ વિશ્વાસ સીટી 7 ની સામે ન્યુ ગોતા અમદાવાદ.) ની અટકાયત કરી ગુનો નોંધ્યો હતો
પોલીસે ગુનો નોંધ્યો
આ મામલે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો દાખલ કરીને તપાસ શરુ કરાઇ છે.
આ પણ વાંચો---- Gandhinagar : ગેસની સ્થિતિ પર જીતુ વાઘાણીનું નિવેદન, સરકાર પાસે હાલ પૂરતા પ્રમાણમાં જથ્થો છે