આરએસએસના પ્રમુખ મોહન ભાગવત 4 અને 5 માર્ચે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તે ગુજરાતમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેશે અને સંતોના આદ્યાત્મિક માર્ગદર્શનમાં હાજરી આપશે.
4 માર્ચે મોહન ભાગવત ખેડા સ્વામિનારાયણ મંદિરે જશે
4 માર્ચે મોહન ભાગવત ખેડા સ્વામિનારાયણ મંદિરે દર્શન કરી, ત્યાંના સંતો સાથે મુલાકાત કરશે. આ મુલાકાત દરમિયાન તેઓ ધર્મ, સંસ્કૃતિ અને સમાજના અનેક પાસાઓ પર ચર્ચા કરશે.













