અમદાવાદ શહેરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ગંભીર બેદરકારી ફરી એકવાર સામે આવી છે. રોડ પર ખાડા તો હવે સામાન્ય થઈ ગયા છે, પરંતુ હવે બમ્પ પર પણ ખાડા પડવાની ઘટના સામે આવતા તંત્રની કામગીરી પર સવાલો ઉઠ્યા છે.


કર્ણાવતી ક્લબથી સાણંદ હાઇવે જોડતા માર્ગ ઉપરના બમ્પ ઉપર ખાડા

કર્ણાવતી ક્લબથી સાણંદ હાઇવેને જોડતા મુખ્ય માર્ગ પર બમ્પ ઉપર મોટો ખાડો પડ્યો છે, જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ખાડાની તપાસ કરવાના બદલે નવો રોડ બનાવી દેવાયો

સ્થાનિકોના જણાવ્યા મુજબ તંત્રએ ખાડાની યોગ્ય તપાસ અને મરામત કરવાની જગ્યાએ સીધો બમ્પ જ હટાવી દીધો હતો.કેવી બેદરકારીથી બમ્પ પર ખાડો પડ્યો તેની કમ સે કમ તપાસ કરવાની પણ તસ્દી લેવાઇ ન હતી

 નવા રોડનું કામ શરૂ કરી દેવામાં આવ્યું

આટલું જ નહીં, ખાડા કેવી રીતે પડ્યા તેની તપાસ કર્યા વિના નવા રોડનું કામ શરૂ કરી દેવામાં આવ્યું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. પરિણામે સમસ્યાના મૂળ કારણને ઉકેલ્યા વિના તાત્કાલિક ઉપાય કરીને મામલો દબાવવાનો પ્રયાસ થયો હોવાનું જણાઈ રહ્યું છે.

મનપાની ‘ઢાંક પીછોડો’ કરવાની વૃત્તિ

વારંવાર આવી ઘટનાઓ સામે આવવા છતાં મનપા દ્વારા કોઈ સ્થાયી ઉકેલ લાવવામાં ન આવતા નાગરિકોમાં રોષ ફેલાયો છે. વધુ એક વખત મનપાની ‘ઢાંક પીછોડો’ કરવાની વૃત્તિ સામે આવી હોવાનું શહેરજનો કહી રહ્યા છે.


આ પણ વાંચો----    Gujarat Latest News Live : આજે રાજ્યમાં ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી, યલો અલર્ટ સાથે વીજળીના કડાકા સાથે વરસાદ થશે

  • Follow us on: