ગુજરાતના પ્રખ્યાત લોક ગાયક કીર્તિદાન ગઢવી અને પોલીસ અધિકારી SP રાજદીપસિંહ ઝાલાની મુશ્કેલીઓમાં મોટો વધારો થયો છે. એક વ્યક્તિને ગેરકાયદેસર રીતે ગોંધી રાખવાના ગંભીર આક્ષેપ મામલે ગુજરાત હાઈકોર્ટે કીર્તિદાન ગઢવી અને રાજદીપસિંહ ઝાલાને નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો છે. આ ઘટનાને પગલે રાજ્યના પોલીસ બેડા અને કલા જગતમાં ભારે ચર્ચાઓ જાગી છે.


શું છે સમગ્ર વિવાદ?

મળતી માહિતી મુજબ, જયેશ પરમાર નામના વ્યક્તિને ગેરકાયદેસર રીતે ગોંધી રાખવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરતી અરજી હાઈકોર્ટમાં કરવામાં આવી હતી. આ મામલે ગાંધીનગર સાયબર સેલની કામગીરી પર પણ ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. અરજદારનો આક્ષેપ છે કે સત્તા અને વગનો દુરુપયોગ કરીને તેમને હેરાન કરવામાં આવ્યા છે. આ કેસમાં કીર્તિદાન ગઢવીની સંડોવણી હોવાના આક્ષેપોને પગલે કોર્ટે તેમને પણ જવાબદાર ગણી નોટિસ પાઠવી છે.

પોલીસ અધિકારી રાજદીપસિંહ ઝાલા સામે ગંભીર આક્ષેપો

હાઈકોર્ટમાં થયેલી આ રિટ પિટિશનમાં પોલીસ અધિકારી રાજદીપસિંહ ઝાલા સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. કોર્ટે આ મામલાની ગંભીરતાને ધ્યાને લઈને આગામી સુનાવણીમાં તમામ પક્ષકારોને પોતાનો પક્ષ રાખવા આદેશ કર્યો છે. ગાંધીનગર સાયબર સેલ પર લાગેલા આક્ષેપોને કારણે હવે આ તપાસનો ધમધમાટ તેજ બનશે. આગામી સુનાવણીમાં હાઈકોર્ટ શું વલણ અપનાવે છે તેના પર સૌની નજર ટકેલી છે.


આ પણ વાંચો---    Gujarat Local Body Election Results 2026: 2027માં પનો ટૂંકો પડ્યો એમ ન કહેતા.. જીતુ વાઘાણીએ અત્યારથી જ વિપક્ષને આપી દીધી ખુલ્લી ચેતવણી

  • Follow us on: