નડિયાદ શહેરની શાળાના ઇન્ચાર્જ આચાર્ય કિરીટ ઝાલાને અમદાવાદની હોટલમાંથી પકડવામાં આવ્યો છે. આ ઘટનાની જાણ બજરંગ દળના કાર્યકરોએ કરી હતી.

બાળકની માતાને બાળકની એલસી લેવા માટે હોટલમાં બોલાવી

માહિતી મુજબ આચાર્યે શાળાના એક બાળકની માતાને બાળકની એલસી લેવા માટે હોટલમાં બોલાવી હતી. મહિલાએ પહેલાં એલસી માટે અરજી આપી હતી, ત્યારબાદ આચાર્યએ તેને હોટલમાં મળવા માટે બોલાવી હતી.

બજરંગ દળના કાર્યકરો પહોંચ્યા

 બજરંગ દળના કાર્યકરોને મામલાની જાણ થતાં કાર્યકરો હોટલ પર પહોંચ્યા હતા અને આચાર્યને હોટલની રુમમાંથી ઝડપી લીધો હતો.

સ્કૂલની એલસી બુક પણ મળી

તેની પાસેથી સ્કૂલની એલસી બુક પણ મળી આવી હતી. હોટલ રૂમમાંથી શાળાની એલસી બુક પણ મળી આવી છે, જે મામલાને વધુ ગંભીર બનાવે છે.

પોલીસ દ્વારા તપાસ શરુ

વટવા જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશન દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ ઘટનાની તપાસ આગળ વધારી રહી છે

શાળાના ઇન્ચાર્જ આચાર્ય સામે કાયદેસરની કાર્યવાહી

હાલ, શાળાના ઇન્ચાર્જ આચાર્ય સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારી ચાલી રહી છે.


આ પણ વાંચો-----    Gujaratની રાજનીતિના મોટા સમાચાર, AAPમાંથી રાજીનામુ આપનારા રાજુ કરપડા જોડાશે ભાજપમાં? વાંચો શું કહ્યું