અમદાવાદના શીલજ–રાંચરડા રોડ પર નિશિર શાહ નામના નશામાં ધૂત કારચાલકે પોતાની કિયા કારથી 9 વાહનોને ટક્કર મારી હતી જેના પગલે લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. ઘટનાસ્થળે કારમાંથી દારૂની બોટલ અને ગ્લાસ મળી આવ્યા હતા.
નિશિર શાહે બેફામ કાર ચલાવીને અકસ્માતો સર્જ્યો
રાંચરડા તરફથી શીલજ તરફ આવતા નિશિર શાહે બેફામ કાર ચલાવીને અકસ્માતો સર્જ્યા હતા. નિશીર શાહ કોઈ ફાર્મ હાઉસમાં પાર્ટી કરીને આવી રહ્યો હતો.
અકસ્માત બાદ કારચાલક સ્થળેથી ભાગી ગયો
અકસ્માત બાદ કારચાલક સ્થળેથી ભાગી ગયો હતો, પરંતુ પોલીસ દ્વારા તેને પકડવામાં આવ્યો છે. PI યુ.બી. ધાખડાના જણાવ્યા મુજબ, નિશિર શાહને લોકોએ પણ માર માર્યો હોવાની વાત છે.
Also Read
Ahmedabad: હિટ એન્ડ રન જેવો ઘાટ, શીલજ-રાંચરડા રોડ પર નશામાં ધૂત કારચાલકે 9 વાહનો ફંગોળ્યા
Ahmedabad: એરપોર્ટના આઇકોનિક રોડ પર ડિવાઇડર સાથે ટક્કર બાદ કાર પલટી જતા અકસ્માત, કાર ચાલકને સામાન્ય ઇજા
Ahmedabad: અંબાજીના ત્રિશૂલિયા ઘાટ પર સ્થાપિત થશે 16 ફૂટનું ભવ્ય ‘અખંડ શક્તિ ત્રિશૂલ’, અમદાવાદમાં દર્શનનો પ્રારંભ
દારુ ગાયબ થયો હશે તો તપાસ કરીશું.
PI યુ.બી. ધાખડાના જણાવ્યા મુજબ નિશિર શાહે દારુ પીધેલી હાલતમાં અકસ્માત કર્યો હતો અને અકસ્માત કર્યા બાદ તે ભાગતા પોલીસે પીછો કરીને તેને બોપલની હદમાંથી પકડ્યો હતો. પીઆઇએ કહ્યું કે દારુ ગાયબ થયો હશે તો તપાસ કરીશું. હાલ સમગ્ર મામલે તપાસ ચાલું છે.

પોલીસ ફરિયાદમાં શું લખેલું છે
બીજી તરફ આ અકસ્માત કેસની એફઆઇઆર સંદેશ ન્યૂઝ પાસે આવી છે. એફઆઇઆર શોભેન્દ્ર ઉમેશ દુબેએ કાર ચાલક નિશીર શાહ સામે નોંધાવી છે. પોલીસ ફરિયાદ મુજબ ફરિયાદી ગઇ કાલે રાત્રે 18 તારીખે આઠ વાગે બાઇક પર ઘેર જઇ રહ્યો હતો ત્યારે બોપલ રોડ એસપી રીંગ રોડથી વૈષ્ણૌદેવી સર્કલ તરફ જવાના રસ્તે રાત્રે પોણા નવ વાગે શીલજ બ્રિજના મધ્યભાગે ચઢતા એક ફોર વ્હીલર ચાલકે બેફામપણે કાર ચલાવી ગાડીના આગળના ભાગેથી તેની બાઇકના પાછળના ભાગે ટક્કર મારી હતી જેથી તે રોડ પર પટકાયો હતો. અને તેને શરીરે ઇજા પહોંચી હતી. આ અકસ્માત કરનાર ફોર વ્હીલર ચાલક બ્રિજ ચઢાવીને જતો હોવાથી તેણે બીજી બાઇક પર બેસીને તેનો પીછો કર્યો હતો.કાર ચાલક થલતેજ શીલડ રોડ પર જતા તે રોડ પર અન્ય લોકોને અકસ્માત કર્યો હોવાથી તેને રોકી દીધેલો હતો. અસ્માત કરનારે નશો કરીને અકસ્માત કરેલો હોય તેમ જણાઇ આવેલું હતું.
પોલીસે મીડિયાને શું કહ્યું
પીઆઇ ધાખડે જણાવ્યું હતું કે ગઇ કાલે રાત્રે શીલજ જવાના ઓવરબ્રિજ ફોર વ્હીલર ચાલક ફરિયાદીના કહ્યા મુજબ દારુ પીધેલો હતો અને ફરિયાદીની બાઇકને ટક્કર મારી ઇજા પહોંચાડી છે. તેણે પીછો કર્યો અને તેને રોકી દીધો હતો.તેની ફરિયાદ પોલીસે નોંધીને તપાસ શરુ કરી છે. કેટલા વાહનોને અકસ્માત કર્યો છે તેની તપાસ શરુ કરી છે. હાલ સીસી ટીવી ફૂટેજ મેળવી તપાસ ચાલુ કરાઇ છે. દારુ પીધેલો હોવાની શંકાના કારણે બ્લડ સેમ્પ લેવાયા છે. આરોપીને લોકોએ માર માર્યાની વાત છે જેથી તેને હોસ્પિટલમાં ખસેડાયો છે. કાર ચાલકને પીધેલો હતો કે કેમ તે સહિતના મુદ્દાની તપાસ કરાશે. હાલ અમારી પાસે એક જ ફરિયાદી આવેલો છે. બીજા આવશે તો સાહેદમાં લઇ લેવાશે.
આ પણ વાંચો------ Surat : મહિલા પેસેન્જરની દાદાગીરી, BRTS બસના ડ્રાઇવર પર હુમલો, ડ્રાઇવરે બસ ઉભી રાખવાની ના પાડતા મામલો બિચક્યો










