અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા નકલી નોટના રેકેટમાં ઝડપાયેલા આરોપી પ્રદીપ જોટંગીયાની એક પછી એક કાળી કરતૂતો સામે આવી રહી છે. નકલી નોટના કેસ બાદ હવે આ શખ્સનો 'ઢોંગી બાબા' તરીકેનો ચહેરો અને વન્યજીવ સંરક્ષણ કાયદાના ભંગના પુરાવાઓ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા છે. પ્રદીપ જોટંગીયા વાઘના ચામડાનું સિંહાસન બનાવી તેના પર બિરાજમાન થતો હોવાના ફોટા અને વીડિયો સામે આવતા સળવળાટ મચી ગયો છે.


ઝડપાયેલા આરોપી પ્રદીપ જોટંગીયાની વધુ એક કરતૂત

આ મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, વર્ષ 2018માં આ ઢોંગી પ્રદીપ વિરુદ્ધ વન વિભાગમાં ગંભીર ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદમાં જણાવાયું હતું કે તે ગેરકાયદેસર રીતે વાઘના ચામડાનો ઉપયોગ કરી સિંહાસન પર બેસે છે. આ ફરિયાદના આધારે તે સમયે ગાંધીનગર અને કામરેજ વન વિભાગની સંયુક્ત ટીમો દ્વારા તેના આશ્રમ પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડાનો એક વીડિયો પણ અત્યારે સામે આવ્યો છે, જેમાં વન વિભાગની ટીમ તપાસ કરતી જોવા મળી રહી છે.

સિંહાસન બનાવી બેસતા તેના ફોટો આવ્યા સામે

જોકે, નવાઈની વાત એ છે કે જે-તે સમયે પાડવામાં આવેલા દરોડા દરમિયાન વન વિભાગને આશ્રમમાંથી વાઘના ચામડાનું સિંહાસન મળી આવ્યું ન હતું. પુરાવાઓના અભાવે વન વિભાગે માત્ર પ્રદીપનું નિવેદન નોંધીને સંતોષ માન્યો હતો. પરંતુ હવે જ્યારે તે ક્રાઈમ બ્રાંચના સકંજામાં આવ્યો છે, ત્યારે વાઘના ચામડા પર બેઠેલા તેના સ્પષ્ટ ફોટાઓ વાયરલ થતા વન વિભાગની તે સમયની તપાસ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: