આજે અમદાવાદના નમો સ્ટેડિયમ, મોટેરા ખાતે દક્ષિણ આફ્રિકા અને કેનેડા વચ્ચે ટી-20 ક્રિકેટ મેચ રમાશે. આ દરમિયાન, ટ્રાફિક વ્યવસ્થા સરળ રાખવા માટે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા મહત્વપૂર્ણ રોડ ક્લોઝર અને ટ્રાફિક એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે.

જનપથ ટી જંક્શનથી મોટેરા સ્ટેડિયમના મુખ્ય ગેટ સુધીનો રસ્તો બપોરથી બંધ

જાહેરનામા મુજબ જનપથ ટી જંક્શનથી મોટેરા સ્ટેડિયમના મુખ્ય ગેટ સુધીનો રસ્તો બપોરે 3 વાગ્યાથી રાત્રે 2 વાગ્યા સુધી બંધ રહેશે.

અન્ય મેચોના દિવસોમાં પણ આ રસ્તો બંધ રહેશે઼

આ ઉપરાંત અન્ય મેચોના દિવસોમાં પણ આ રસ્તો બંધ રહેશે જેમાં 11 ફેબ્રુઆરી: સવારે 7:00 AM થી બપોરે 3:30 PM સુધી તથા 14 અને 18 ફેબ્રુઆરીએ બપોરે 3:00 PM થી રાત્રે 2:00 AM સુધી રસ્તો બંધ રહેશે.

વૈકલ્પિક માર્ગ

વાહનચાલકો માટે વૈકલ્પિક રૂટ જાહેર કરાયા છે તે મુજબ તપોવન સર્કલથી ઓએનજીસી ક્રોસરોડ થી વિસત થઇ જનપથથી પાવર હાઉસ થઇને પ્રબોધ રાવલ સર્કલ તરફ જઈ શકાશે તથા કૃપા રેસિડેન્સી ટી જંક્શન થઇ શરણ સ્ટેટસ ચાર રસ્તા થઇ ભાટ-કોટેશ્વર રોડ થઇ અપોલો સર્કલ તરફ જઇ શકાશે

સુરક્ષા વ્યવસ્થા

મેચનો ધ્યાનમાં રાખીને પોલીસે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે તે મુજબ સ્ટેડિયમમાં 531 પોલીસ કર્મચારીઓની બંદોબસ્ત તૈનાત કરાશે, જેમાં 1 JCP, 1 DCP, 2 ACP, 7 PI, 30 PSI, અને 490 કોન્સ્ટેબલ રહેશે.

આ રસ્તો ટાળીને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરે

વાહનચાલકોને વિનંતી છે કે તેઓ મેચ દરમિયાન આ રસ્તો ટાળીને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરે અને વહેલા નીકળીને ટ્રાફિકની મુશ્કેલીઓથી બચે.


આ પણ વાંચો----   Ahmedabad : ગોડસેનું નાટક રોકવાની માંગ સાથે વિરોધ, દીવાલો પર ગોડસે વિરુદ્ધ લખાણ લખી NSUIનો વિરોધ