ગુજરાતમા ગેરકાયદે ખડકી દેવાયેલા દબાણો અંગે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. કોર્ટ સુનાવણી દરમિયાન લાલઘૂમ થઈ હતી અને સરકારને ફટકાર લગાવી હતી. કોર્ટે સરકાર કામ કરવામાં નબળી હોવાની નોંધ કરી હતી. કોર્ટે રોડ અને ટ્રાફિક મુદ્દે પણ સરકારની ઝાટકણી કાઢી હતી.
દબાણ મુદે ગુજરાત હાઇકોર્ટની સરકારને ફટકાર
હાઈકોર્ટે દબાણો, રોડ અને ટ્રાફિક મુદ્દે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી. કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, અમે કોઈ મોનિટરિંગ એજન્સી નથી. દબાણ અને ટ્રાફિક મામલે કડક કાર્યવાહીની જરૂર છે. સરકાર પાસે કોઈ એક્શન પ્લાન કે પોલિસી નથી. તમે કોર્ટમાં ચર્ચા થાય પછી કામ કરવાનો દેખાડો કરો છો. છેલ્લા સાત વર્ષથી આ ચર્ચા થાય છે અને હજુ ફ્રેમ વર્ક ચાલે છે.
