ઝાલાવાડ પંથકમાં સસ્તા અનાજની દુકાન ચલાવતા પરવાનેદારો (FPS) પોતાની પડતર માંગણીઓને લઈને મેદાને આવ્યા છે. લાંબા સમયથી ઉકેલાતા ન હોય તેવા પ્રશ્નો અને ખાસ કરીને આર્થિક મુશ્કેલીઓને દૂર કરવા માટે સુરેન્દ્રનગર જિલ્લા FPS સસ્તા અનાજના પરવાનેદારોએ એકત્ર થઈ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે.
6 મહિનાથી કમિશન અને રિફંડ અટવાયું
દુકાનદારોના જણાવ્યા અનુસાર, છેલ્લા છ મહિનાથી તેમનું કમિશન અને રિફંડ અટવાયેલું છે. આ સમસ્યા પાછળ ટેકનિકલ કારણો જવાબદાર હોવાનું સામે આવ્યું છે. સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકનો IFSC કોડ બદલાવાને કારણે સિસ્ટમમાં મુશ્કેલી સર્જાઈ છે, જેના લીધે અનેક પરવાનેદારોના નાણાં જમા થઈ શક્યા નથી. છ-છ મહિનાથી વળતર ન મળતા દુકાનદારોને ઘર ચલાવવું અને દુકાનનું સંચાલન કરવું મુશ્કેલ બની ગયું છે.










