ભારતીય હવામાન વિભાગ દ્વારા આજે 3 કલાક માટેનું હવામાન બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં કેટલાક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ અને ભારે પવન ફૂંકાવાની આગાહી કરાઇ છે.

આ જિલ્લામાં છુટોછવાયો વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં છુટા છવાયો વરસાદ પડી શકે છે. આ ઉપરાંત, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં પણ છુટા છવાયા વરસાદ થવાની શક્યતા છે.

કેટલાક વિસ્તારોમાં વાવાઝોડાની અસર રહેશે

હવામાન વિભાગની આગામી મુજબ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાવાઝોડાની અસર પણ જોવા મળી શકે છે.

40 કિમી પ્રતિ કલાકે પવન ફૂંકાવાની શક્યતા

આગાહી પ્રમાણે 40 કિમી પ્રતિ કલાકે પવન ફૂંકાવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.


આ પણ વાંચો----     Surat : જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણીનો રિવોલ્વર વડે ગોળી મારી આપધાતનો પ્રયાસ