અમદાવાદ શહેરની હવા સતત 10 દિવસથી ગંભીર (Poor to Very Poor) સ્થિતિમાં છે. શિયાળાની શરૂઆત થતાંની સાથે જ હવાનું પ્રદૂષણ ચિંતાજનક સ્તરે પહોંચી ગયું છે, જેના કારણે મોટાભાગના વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 200નો આંકડો પાર કરી ગયો છે.
શહેરમાં હવાની ગુણવત્તા 'ખરાબ' (Poor) થી 'ખૂબ ખરાબ' (Very Poor) શ્રેણીમાં નોંધાઈ રહી છે.
- બોડકદેવમાં સૌથી વધુ AQI 223 નોંધાયો છે.
- વટવા (214), બોપલ (213), અને સેટેલાઇટ (211) જેવા વિસ્તારોમાં પણ AQI 210થી ઉપર છે.
- મણિનગર, સોલા, ઘુમા (તમામ 200) અને ઇસ્કોન (202) માં હવા 'ખૂબ ખરાબ' સ્થિતિમાં છે.
- જ્યારે વસ્ત્રાપુર (190), ઇસરો (198), ગ્યાસપુર (198), સાયન્સ સિટી (184) અને બાપુનગર (197) માં AQI 200ની નજીક પહોંચી 'ખરાબ' શ્રેણીમાં છે.
સતત પ્રદૂષિત હવાને કારણે શ્વાસની બીમારી ધરાવતા લોકો અને વૃદ્ધો માટે બહાર નીકળવું જોખમી સાબિત થઈ શકે છે. નિષ્ણાતોએ લોકોને બિનજરૂરી બહારની પ્રવૃત્તિઓ ટાળવા અને માસ્ક પહેરવાની સલાહ આપી છે.
