ગુજરાત રાજ્ય તલાટી મંડળે (Gujarat State Talati Mandal) રખડતા કૂતરાં પકડવાની કામગીરીથી સખ્ત ઇનકાર કરી દીધો છે. આ મામલે મંડળે ગ્રામ વિકાસ કમિશનર (Gram Vikas Commissioner) અને મુખ્યમંત્રી (Chief Minister) ને તાત્કાલિક ધોરણે રજૂઆત કરી છે અને સંબંધિત પરિપત્ર રદ્દ કરવાની માગણી કરી છે. તલાટી મંડળે રજૂઆતમાં તર્ક આપ્યો છે કે, રખડતા કૂતરાં પકડવાની કામગીરી પશુપાલન વિભાગની છે, તલાટીઓની નહીં.


તલાટીઓની લડત

તલાટીઓ આ કામગીરી કરે તો તેઓ ગામમાં હાંસી-મજાકનું કારણ બને છે, જેનાથી તેમના મનોબળને ધક્કો પહોંચે છે. ખાસ કરીને, મહિલા તલાટીઓ આ કામગીરીના કારણે અત્યંત ક્ષોભજનક સ્થિતિમાં મુકાય છે. મંડળે જણાવ્યું છે કે, આ કામગીરી માટે તલાટીઓ પાસે તાલીમનો અભાવ, સાધનોનો અભાવ અને માર્ગદર્શનનો અભાવ છે. તેથી, તાત્કાલિક ધોરણે આ પરિપત્ર રદ્દ કરીને આ કામગીરી પશુપાલન વિભાગ પાસે કરાવવી જોઈએ.

આ પણ વાંચો : Rajkot માં લાલો ફિલ્મના કલાકારોને પોલીસનું તેડું, ફિલ્મના પ્રિમિયરમાં ધક્કામુક્કી મુદ્દે કરી કાર્યવાહી... 

  • Follow us on: