રાજકોટમાં તાજેતરમાં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ 'લાલો' ના પ્રિમિયર શો દરમિયાન સર્જાયેલી અફરાતફરી અને ધક્કામુક્કીના મામલે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. મોલમાં આયોજિત પ્રિમિયરમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થતાં અનેક લોકો ધક્કે ચડ્યા હતા. આ ઘટના બાદ પોલીસે હવે ફિલ્મના સંચાલકો સામે કાર્યવાહીનો દોર લંબાવ્યો છે. અગાઉ મોલના મેનેજર સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

પ્રિમિયર બન્યું મુશ્કેલીનું કારણ

હવે, પોલીસે 'લાલો' ફિલ્મના ડાયરેક્ટર, પ્રોડ્યુસર અને પ્રિમિયરમાં હાજર સ્ટારકાસ્ટ સહિતના કલાકારોને ટેલિફોનિક જાણ કરીને નિવેદન નોંધાવવા માટે નોટિસ પાઠવી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, જો કલાકારો અને ટીમ દ્વારા આપવામાં આવેલું નિવેદન સંતોષકારક નહીં હોય, તો જાહેરનામાના ભંગ બદલ તેમની સામે પણ ફરિયાદ નોંધાઈ શકે છે. મંગળવારે થયેલી આ ઘટનાથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠ્યા હતા, જેને પગલે પોલીસે આ પગલું ભર્યું છે.

આ પણ વાંચો : Ahmedabad News : ફાયર NOC વગર ચાલતી વધુ એક હોસ્પિટલ સીલ, સરસપુરમાં અંકુર હોસ્પિટલ પર તંત્રની તવાઈ